સરદાર સરોવરમાં જ ઓછી આવક:ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં પાણીની આવકમાં 4900 ક્યુસેકનો ઘટાડો

ઝાલાવાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડમાં સીઝનનો 54.32 ઈંચ વરસાદ થયો છે. તાજેતરના વરસાદથી ખેડૂતોને થોડી રાહત થઈ છે છતાં હજુ પણ સીંચાઈ માટે પાણીની તાતી જરૂર છે. બીજી તરફ સરદાર સરોવર ડેમ હજુ સુધી પૂરો ભરાયો ન હોવાથી એશિયાના સૌથી મોટા ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં પાણીની આવકમાં મોટો ઘટાડો થયો છે. સરદાર સરોવરમાં હાલમાં 54 ટકા પાણીનો સંગ્રહ હોવાથી નર્મદાની મુખ્ય કેનાલમાં 2490 ક્યુસેક પાણી જ છોડાઈ રહ્યું છે.

ડેમમાં પાણીનો ઓછો જથ્થો, અપૂરતો વરસાદ અને મધ્ય પ્રદેશમાંથી પણ પાણીની આવક ઓછી હોવાથી કૅનાલમાં પાણી ઓછું છોડાઈ રહ્યું છે. પહેલાં ઢાંકીમાંથી રોજ 5500 ક્યુસેક પાણી 5 પેટા શાખા કૅનાલમાં છોડાતું હતું પરંતુ હાલના સમયે માત્ર 900 ક્યુસેક પાણી જ છોડાય છે. આ પાણી માત્ર પીવા માટે જ ઉપયોગમાં લેવાની તકીદ કરી છે. અત્યાર સુધી આ 5 કૅનાલમાંથી જિલ્લાના કુલ 6 તાલુકાનાં 322 ગામોની 317459 હૅક્ટર જમીનની સાથે મોરબી, માળિયા, વિરમગામ અને વલ્લભીપુર સુધીની કુલ 5.42 લાખ હૅક્ટર જમીનને સીંચાઈ માટે પ્રતિબંધ મુકાયો છે.

પિયતની સુવિધા
તાલુકોગામહે. જમીન
લખતર4346732
દસાડા87108091
ધ્રાંગધ્રા6057952
લીંબડી6053629
વઢવાણ4027637
ચુડા3223418
કુલ322317459
  • 5 પેટા કૅનાલમાં 5500ને બદલે 900 કયુસેક છોડાય છે
  • જિલ્લાનાં 322 ગામોની 317459 હૅક્ટરમાં સીંચાઈ માટે પાણી નહીં મળે
  • મોરબી, માળિયા, વિરમગામ, વલ્લભીપુરમાં પણ સમસ્યા
અન્ય સમાચારો પણ છે...