તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સુરેન્દ્રનગર જિલ્લામાંથી જુગાર રમતા 49 શખ્સ ઝડપાયા, મૂળીમાં 14 જુગારી 4.86 લાખના મુદ્દામાલ સાથે અને લખતરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ 23 શખ્સો જબ્બે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના પીપળી ગામેથી અને લખતર પંથકમાંથી જુગાર રમતા ઝડપાયેલા શખ્સો. - Divya Bhaskar
પાટડીના પીપળી ગામેથી અને લખતર પંથકમાંથી જુગાર રમતા ઝડપાયેલા શખ્સો.
  • સુરેન્દ્રનગરમાંથી 10 અને પાટડીના પીપળીથી 2 શખ્સ ઝડપાયા, પોલીસે કુલ 7.31 લાખની મત્તા જપ્ત કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારને લઇને જુગારના સ્થળો વધતા પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. ત્યારે સુરેન્દ્રનગર, લખતર, મૂળી તેમજ પાટડી સહિતના પંથકોના જુદા જુદા સ્થળોએ પોલીસે રેડ કરીને રૂ. 7,31,500ના મુદ્દામાલ સાથે 49 જુગારીઓને ઝડપી પાડયા હતા.

સુરેન્દ્રનગર દેશળભગતની વાવ પાસે એસ.જી.ગોહિલ, અજીતસિંહ સોલંકી, વરાજસિંહ,હીનાબેન સહિતની બી-ડિવીઝન ટીમે જુગારની રેડ કરતા અલી સૈયદ, મનુ ચોવાળીયા, ચેતન ખરગીયા, અશોકસિંહ ઝાલા, કરણ ડાબેચાને જુગાર રમતા 2090ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે સુરેન્દ્રનગર શેરી નં. 2વાળી શાળા નં. 17વાળી શેરી દશામાન મંદિરવાળા ચોકમાં રેડ કરતા બળદેવ ઉર્ફે અજય ઘાટલીયા, ત્રંબક ચાવડા, સીંધા બાંભા, મેહુલ કાટોડીયા, કમલેશ ઉર્ફે મુન્નો ધરંગીયાને જુગાર રમતા 12,100ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

લખતર: લખતર પોલીસ અને સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ઇંગરોડી ગામે રેડ કરતા સંમદરખાન મલેક, મહમદખાન મલેક, અમનખાન મલેક અને ચમન મકવાણાને રોકડા રૂ.13,800 સાથે ઝડપી પાડયા હતા. આ ઉપરાંત વિઠલાપરા ગામે જાહેરમાં જુગાર રમતા શખ્સો ઉપર રેડ કરતા પરસોત્તમ નૈત્રા, મિલન ભાંભરીયા, કિશન વડલીયા, પ્રવીણ સાપરીયા, મુકેશ કુમરખાણીયા, કનુ કુમરખાણીયા, ગણેશ લોરિયા, અમૃત માલકિયા, જીણા થરેશા, ભયરામ કુમરખાણીયા, અરવિંદ કુમરખાણીયા તથા મનસુખ વાંટીયાને રોકડા રૂ.1,22,600, 10 નંગ મોબાઈલ કિંમત રૂ.43,500 મળી કુલ રૂ.1,66,100 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

જયારે લખતર પોલીસ દ્વારા વણા ગામે સીમમાં જુગાર રમતા વિષ્ણુ દેકાવાડીયા, મહેશ ઝીંઝુવાડીયા, દીપક ઝીંઝુવાડીયાને રોકડ રૂ.23,080 સાથે ઝડપી પાડયા હતા. આ ઉપરાંત ઝમર ગામે જુગાર રમતા પ્રવીણ ઇયાવીયા, ગણપત પરમાર, વિષ્ણુ ઓગણીયા અને ચંદુ ઓગણીયાને રોકડ રૂ.3120 સાથે પકડી લીધા હતા.

જ્યારે લખતર પોલીસનાં હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કાસેલા તથા તેમની ટીમના વલ્લભભાઈ, મેરૂભાઇ, કુલદીપસિંહ તથા સરદારસિંહ પેટ્રોલીંગ દરમિયાન જ્યોતિપરા ગામે રેડ કરતા જુગાર રમતા મહેશ લોરિયા, પ્રકાશ બાવળીયા, ભરત લોરિયા, પ્રભુ લોરિયા, મેલા કુકડીયા, જાયા જમોડ તથા રાજેશ પાંચાણીને રોકડ રૂ.11,130 તથા ત્રણ નંગ મોબાઈલ કિંમત રૂ.11,000 મળી કુલ રૂ.22,130 મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

મૂળી : મૂળી પોલીસનાં પીએસઆઇ એસ.એસ.વરૂને માહિતી મળેલી કે મૂળીનાં દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ પરમાર પોતાની વાડીએ જુગાર રમાડે છે. જેથી સ્ટાફનાં આર.ડી. પરમાર, રોહિતભાઇ રાઠોડ,દિલીપસિહ ,રાજપાલસિંહ,સતિષભાઇ દેવમુરારી દ્વારા રેડ કરવામાં આવી હતી.

જેમાં તિનપતિનો જુગાર રમતા મૂળીનાં દેવેન્દ્રસિંહ પરમાર, જશાપરનાં દિલીપભાઇ દુમાદિયા,ધાંગધ્રાનાં અનિલભાઇ પરમાર સુરેન્દ્રનગરનાં યશપાલસિંહ પરમાર,સરલાનાં રમણિકભાઇ ઉદેશા,મૂળીનાં પદ્યુમનસિંહ ઝાલા,રાજેશભાઇ ત્રિવેદી, ઉમરડાનાં વિક્રમસિંહ પઢીયાર, રામદેવસિંહ જાડેજા, વિપુલભાઇ ગમારા, અશોકસિંહ પરમાર, પ્રેમજીભાઇ સાકરીયા, સંજયસિંહ ઝાલા, ભરતસિંહ પરમારને રોકડ, મોબાઇલ, પ્લાના બોક્ષ, ગેસની બોટલ, 6 બાઇક સહિત કુલ 4,86,480ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે એક સાથે આટલો મોટો જુગાર ઝડપાતા પોલીસ સ્ટેશન જુગારીઓથી ભરાઇ ગયુ હતુ.

પાટડી :બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે પાટડી તાલુકાના પીપળી ગામે રોશનખાન રહેમતખાન જતમલેકના રહેણાંક મકાનના પાછળના ભાગે શેરીમાં લાઇટના અજવાળે જુગાર રમતા પીપળીનો આસીફખાન અહેમદખાન જતમલેક અને અખીયાણાનો આસીફખાન અનવરખાન જતમલેક ઝબ્બે કરાયા હતા.

જ્યારે પીપળીનો રોશનખાન રહેમતખાન જતમલેક, બજાણાનો અરબાઝખાન મલેક અને પીપળીનો અશરફખાન નશીબખાન મલેક પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયા હતા. જુગારના દરોડામાં રોકડા રૂ. 18,600 તથા મોબાઇલ નંગ-3, કિંમત રૂ. 11,000 મળી કુલ રૂ. 29,600ના મુદામાલ ઝબ્બે કરી વધુ તપાસ પી.એન.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...