તરણેતર મેળો:STને 48.99 લાખની આવક: 4 દિવસ સુધી 612 બસ દોડાવાઈ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ધ્રાંગધ્રા, ચોટીલા ડેપોને મેળો ફળ્યો: સુરેન્દ્રનગર ડેપોને 7.89 લાખની આવક

થાનના તરણેતર લોકમેળામાં માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, ચોટીલા સહિતના ડેપોમાંથી કુલ 612 એસટી બસ દોડાવવામાં આવતા 4 દિવસમાં રૂ. 48.99 લાખની આવક થઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના થાનનો તરણેતર લોકમેળો પ્રખ્યાત છે. ત્યારે 2 વર્ષ બાદ આ મેળો 2022માં યોજાતા દેશ-વિદેશમાંથી લોકો તેને માણવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા.

ભાદરવા સુદ ત્રીજથી શરૂ થયેલો આ મેળો ભાદરવા સુદ છઠ્ઠના દિવસે પૂર્ણ થયો હતો. આ મેળામાં જિલ્લાના શહેરી-ગ્રામ્ય તેમજ જિલ્લા બહારના લોકોને મેળા સુધી પહોંચવા લોકોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ વિભાગ દ્વારા જુદા જુદા ડેપોમાંથી 612 એસટી બસ સતત 4 દિવસ સુધી દોડાવવામાં આવી હતી.

જેના કારણે એસટીને આ લોકમેળો ફળ્યો હોય તેમ રૂ. 48,99,622ની આવક થઇ હતી. જ્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોના મેનેજર સંજયભાઈ પરમારે જણાવ્યું કે, સુરેન્દ્રનગર ડેપોને રૂ. 7.89 લાખની આવક થઇ હતી અને લોકોએ એસટી બસોનો લાભ લીધો હતો.

81,342 મુસાફરે લાભ લીધો
ડેપોમુસાફરોબસો
ધ્રાંગધ્રા25,130212
ચોટીલા24,534171
સુરેન્દ્રનગર8,626102
રાજકોટ5,93733
જસદણ12,58962
મોરબી4,52632
કુલ81,342612
અન્ય સમાચારો પણ છે...