તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાં 4 સ્થળે દારૂના દરોડા 4.89 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર, સાયલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફૂલગ્રામના પાટીયા પાસેની હોટલમાં અને જોરાવરનગરના કોમ્પલેક્ષમાં જોરાવરનગર પોલીસે દરોડો કર્યો હતો. જયારે સાયલા પોલીસે ઢાંકણીયાના બોર્ડ અને ડોળીયામાં દરોડા કર્યા હતા. જેમાં એક આરોપી પકડાયો હતો. જયારે પોલીસે દારૂ, મોબાઇલ અને વાહન સહિત રૂ.4.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ફૂલગ્રામના પાટીયા પાસે આવેલ જય માતાજી હોટલમાં દારૂ હોવાની બાતમીને આધારે PSI ટી.ડી.બુડાસણા, કેસરીસિંહ, આર.ડી.ચૌહાણ સહિતના ઓએ દરોડો કર્યો હતો. જેમાં હોટલની ઓરડીમાંથી દારૂના 38 ચપલા રૂ.3800, બિયરના 23 ટીન રૂ. 2300 સહિત રૂ.6100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરોડામાં હોટલ સંચાલક અનિલ દેવરાજ ચૌહાણ હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે.

જોરાવરનગર પોલીસ મથકના વિજયસિંહ નકુમ, બીરેન્દ્રસિંહ, સહિતના ઓએ બાતમીને આધારે માતુશ્રી કોમ્પલેક્ષમાં દરોડો કર્યો હતો. જેમાં સીડી પાસે થેલામાંથી દારૂની 31 બોટલ રૂ. 26020નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ દારૂ રતનપરની ગાંધીનગર સોસા.માં રહેતા ધરમદેવ મહેશદાન ગઢવીનો હોવાનું ખૂલતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ હેમદીપભાઇ મારવણીયા ચલાવી રહ્યા છે. સાયલા PSI આર.જી.ગોહિલ, વી.એમ. ડેર, રવિરાજસિંહ પરમાર સહિતના કર્મીઓને ધાંધલપુર તરફ વિદેશી દારૂ જતો હોવાની મળેલી બાતમી મળી હતી. આથી ઢાંકણીયા બોર્ડ પાસે વોચ રાખી પીક અપને ઊભી રાખીને પૂછપરછ કરતા વાહનચાલક આલકુભાઈ લધુભાઈ ભાભળા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતાં તાડપત્રી નીચે છુપાવેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. 3,49,200ની કિંમતની 1164 બોટલ, મોબાઈલ અને પીકઅપ વાન સાથે કુલ રૂ.4,54,200ના મુદ્દામાલ સાથે વાહનચાલકને ઝડપી તપાસ હાથ ધરી છે. જ્યારે સાયલા તાલુકાના ડોળીયામાં સામતપરના મહેશભાઈ ઝવેરભાઈ બાવરવાની વાડીમાંથી 200 લીટર દારૂ બનાવવાના આથા સાથે રૂ.3400નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. નાસી છુટેલા વાડી માલિક મહેશભાઈ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...