દારૂ ઝડપાયો:ઝીંઝુવાડા ગામે બંધ ઓરડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 464 બોટલો ઝડપાઈ, પોલીસે ફરાર બુટલેગરને ઝડપવા કવાયત હાથ ધરી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ક્રાઇમ બ્રાન્ચે 53,700નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
  • પોલીસે બાતમીના આધારે બંધ મકાનમાં દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે બંધ ઓરડીમાંથી વિદેશી દારૂની 464 બોટલ ઝડપાઈ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિત પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી ઝીંઝુવાડા ગામેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 464 બોટલો ઝડપી પાડી હતી. સુરેન્દ્રનગર એલસીબી ટીમે રૂપિયા 53,700નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇને બાતમી મળી હતી કે, ઝીંઝુવાડ ગામમાં રહેતા હરપાલસિંહ માનભા ઝાલાએ ઝીંઝુવાડાના સિધ્ધરાજસિંહ વાઘેલાની કબ્જા ભોગવટા વાળી ભાડે રાખેલી ઓરડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો છે. જેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

આ દરોડામાં પોલીસે ગેરકાયદેસર પાસ પરમીટ વગરની 180 મીલીની નાની બોટલો નંગ- 392, કિંમત રૂ. 39,200 અને 750 મીલીમી બોટલો નંગ- 26, કિંમત રૂ. 7,800 તથા 375 મીલીની નાની બોટલો નંગ- 21, કિંમત રૂ. 4,200 અને 500 મીલીના બિયર ટીન નંગ- 25, કિંમત રૂ. 2,500 મળી કુલ રૂ. 53,700નો મુદામાલ ઝબ્બે કર્યો હતો. પોલીસે હાજર નહી મળી આવેલા આરોપી હરપાલસિંહ માનભા ઝાલા (ઝીંઝુવાડા)ને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...