મેઘાએ વિરામ લીધો:ઝાલાવાડમાં સોમવારે મોડી રાત્રે 46 મીમી વરસાદ, મંગળવારે ધ્રાંગધ્રામાં 2 મીમી વરસાદ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચુડામાં બાવાજીની બંગલી પાસે આવેલા મકાનનું ઢાળિયું ધરાશાઈ થયું હતું. - Divya Bhaskar
ચુડામાં બાવાજીની બંગલી પાસે આવેલા મકાનનું ઢાળિયું ધરાશાઈ થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે મેઘાએ વિરામ લીધો હોય તેમ માત્ર ધ્રાંગધ્રામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.પરંતુ સોમવારે રાત્રે 8થી 12 કલાક દરમિયાન 46 મીમી એટલે કે 2 ઇંચથી વધુ વરસાદ જિલ્લામાં નોંધાયો હતો.જેમાં સૌથી વધુ ચુડા તાલુકામાં વરસાદ થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસોથી મેઘરાજાની સવારી આવી પહોંચતા દરરોજ આકાશી હેત વરસી રહ્યું છે. જિલ્લામાં વરસાદી માહોલ મંગળવારે પણ યથાવત રહ્યો હતો.પરંતુ મંગળવારે ધ્રાંગધ્રામાં 2 મીમી વરસાદ જ નોંધાયો બાકી જિલ્લામાં ક્યાંગ વરસાદ જોવા મળ્યો ન હતો.પરંતુ સોમવારે મોડી રાત્રી દરમિયાન એટલેકે 8 થી 12 કલાક દરમિયન સારોએવો વરસાદ થયો હતો.

જેમાં સૌથી વધુ ચૂડામાં 36 મીમીઅને ચોટીલામાં 3, લીંબડી1, વઢવાણ 2મીમી વરસાદ નોંધાયો હતો.આમ રાત્રી દરમિયાન અંદાજે બે ઇંચથી વધુ વરસાદ થતા સીઝનનો કુલ વરસાદ 1894 મીમી અને 31.74 ટકા નોંધાઇ ચુક્યો છે.આ વરસાદી વાતાવરણ વચ્ચે મંગળવારે હવાની ગતી 18 કિમી અને ભેજનુ પ્રમાણ 86 ટકા રહ્યુ હતુ.જ્યારે ઠંડક વધતા તાપમાનનો પારો પણ ઘટી જતા મંગળવરે લઘુતમ 24.6 અને મહત્તમ તાપમાન 29.0 ડિગ્રી રહ્યુહતુ.

આગામી સાત દિવસો દરમિયાન હવાની ગતી11થી 19 કિમી રહેવાની અને હવામાં ભેજનું પ્રમાણ 76 થી 88 ટકા રહેવા સાથે વરસાદ થવાની આગાહી કરાઇ છે. લખતર શહેરમાં મફતિયા પરામાં રહેતા અને લખતર ગ્રામપંચાયતમાં ડેઇલી વેજિસ માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ જામાભાઈ પુરબીયાના મકાનનું ધાબુ ધડાકાભેર તૂટી પડ્યું હતું.

પ્રકાશભાઈ કામ અર્થે બહાર ગયા હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો. આ બાબતની જાણ થતાં લખતર ગ્રામપંચાયતના સદસ્ય ગંગારામભાઈ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. અને ઘટના અંગે લખતરના તલાટી કમ મંત્રી અને મામલતદારને જાણ કરી હતી.

ચુડામાં બાવાજીની બંગલી પાસે મકાનનું ઢાળિયું ધરાશાઈ થયું
ચુડા તાલુકામાં સોમવાર સુધી જિલ્લાનો સૌથી વધુ વરસાદ વરસી ચૂકયો છે. ધીમીધારે અને સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જૂનવાણી મકાનોમાં નાની મોટી નુકસાની થઈ રહી છે. જોરાવરપરામાં બાવાજીની બંગલી પાસે મયુદિન જરગેલાના મકાનનું ઢાળિયું ધરાશાઈ થયું હતું. સદનસીબે પરિવારના સભ્યો બહાર હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...