તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:મઢાદ પાસે કારમાંથી 444 બોટલ વિદેશી દારૂ જપ્ત : 2 શખ્સો ફરાર

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જોરાવરનગર પોલીસ કારનો પીછો કર્યો હતો
 • કાર, વિદેશી દારૂ સહિત 5.47 લાખનો મુદ્દામાલ જપ્ત

જોરાવરનગર પોલીસે લીંબડી વડોદ હાઇવે પર શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર લઇ નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરતા આગળ મઢાદ ગામના બોર્ડ પાસે કાર મુકી ચાલક તેમજ અન્ય એક શખ્સ નાસી છુટ્યો હતો. કારમાંથી 444 વિદેશી દારૂની બોટલો સહીત રૂ.5.47 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લીંબડી હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે જોરાવનગર પોલીસે હાઇવે પર વડોદ ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં નંબર વગરની કાર પસાર થતાં પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. આથી પીએસઆઇ એન.એચ.કુરેશી, હેમદીપભાઇ, ભરતભાઇ,ચમનલાલ સહીતની ટીમે કારનો પીછો કરતા મઢાદ ગામના બોર્ડ નજીક કાર મુકી ચાલક તેમજ અન્ય એક શખ્સ નાસી છુટ્યા હતા.

પોલીસ ટીમે કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 444 વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા 1,47,600 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર કિંમત રૂપિયા 4 લાખ સહીત કુલ રૂપિયા 5,47,600 નો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો