તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોખાની આડમાં દારૂની હેરાફેરી:માલવણ હાઈવે પરથી એક ટ્રકમાંથી 4380 ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપાઈ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
માલવણ હાઈવે પરથી એક ટ્રકમાંથી 4380 ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપાઈ - Divya Bhaskar
માલવણ હાઈવે પરથી એક ટ્રકમાંથી 4380 ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપાઈ
  • બજાણા પોલીસે 10.83 લાખના વિદેશી દારૂ સાથે 20.93 લાખનો દારૂ ઝડપાયો

બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પરની આલીશાન હોટલ પાસેથી વિદેશી દારૂની 4380 બોટલો સાથેની ટ્રક ઝડપી પાડી હતી. બજાણા પોલીસે 10.83 લાખના વિદેશી દારૂ સાથે 20.93 લાખનો દારૂના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન નીચે બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતના પોલિસ સ્ટાફે અમદાવાદ-કચ્છ હાઇવે રોડ પર ખાસ વાહન ચેકીંગ હાથ ધરી, અલગ-અલગ વાહનોમાં કવરીંગ સાથે વિદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્ર તથા કચ્છ જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરાતી હોવાની મળેલી પાક્કી બાતમીના આધારે પેટ્રોલીંગ દરમિયાન એક છીંકણી કલરના ટાટા કંપનીના ચોખા ભરેલા ટ્રક નંબર RJ-36-GA-0712વાળાનો ચાલક પોતાના કબ્જા ભોગવટાના ટ્રકમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થો ભરીને અમદાવાદ-માળીયા હાઇવે પર આલીશાન હોટલ નજીક હાઇવે પર છટકુ ગોઠવ્યું હતુ.

જેમાં હાઇવે પરથી છીંકણી કલરનો ટ્રક નીકળતા એને આંતરીને ટ્રક ચાલકને પકડ્યોં હતો. ટ્રક ચાલક સુભાષચંદ્ર ભાગીરથમલ ખેરભાશ જાતે જાટ ( ઉંમર વર્ષ- 35, રહે- ઝાઝડ તા.નવલગઢ જી. ઝુંઝનુ (રાજસ્થાન)વાળાના ટ્રકમાંથી બ્લુ સ્ટ્રોક રીઝર્વ વિસ્કી 750 એમ.એલ.ની શીલબંધ બોટલો નંગ 3238, કિંમત રૂ. 9,86,400 તથા વિસ્કી 180 એમ.એલ.ની બોટલો નંગ 1152, કિંમત રૂ. 1,15,300 મળી વિદેશી દારૂનો કુલ મુદામાલ રૂ. 10,83,600 અને બે સાદા મોબાઇલ કિંમત રૂ. 1000 તથા ટ્રક કિમંત રૂ. 10 લાખ તથા ચોખાની બોરીઓ નંગ 180, કિંમત રૂ. 9000 મળી રૂ. 20,93,600 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલિસના આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ મુંધવા અને ભરતદાન ટાપરીયા સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.

અન્ય સમાચારો પણ છે...