હુકુમ:જિલ્લાના 42 શિક્ષકને 5 વર્ષ ફીક્સ પગાર પૂરા થતાં ફૂલ પગારના ઓર્ડર અપાયા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 માધ્યમિક અને 7 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના 7 શિક્ષકને ઓર્ડર આપવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં શિક્ષકોને 5 વર્ષ ફિક્સ પગાર પૂરા થતાં ફૂલ પગારના ઓર્ડરો આપવાનો કાર્યક્રમ કે.પી.બોયઝ હાઇસ્કૂલમાં યોજાયો હતો.જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એમ.બારડની ઉપસ્થિતિમાં જીલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓનાં 35 શિક્ષક, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓનાં 7 શિક્ષક એમ કુલ 42 શિક્ષકને પૂરા પગારના ઓર્ડર અપાયા. હતાં.

આ પ્રસંગે જિલ્લાના વિવિધ સંગઠનનાં હોદ્દેદારો ઊપસ્થિત રહયા હતા. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ભરતસિંહ ચાવડા અને હસમુખસિંહ પરમારનાં હસ્તે પણ પૂરા પગારના ઓર્ડરો શિક્ષકોને અપાયા હતા. આ પ્રસંગે શિક્ષણમાં નવી શિક્ષણ નીતિ અંગે માર્ગદર્શન આપશું અને શિક્ષકોના સમય દાન, પોતાની શાળાને શ્રેષ્ઠ બનાવવાના સંકલ્પ લેવા સંકલ્પ લેવાયા હતા. આ આયોજન સફળ બનાવવા ભરતભાઈ પરમારે,એ.ડી.આઈ કાઝી , ક્લાર્ક વસોયાભાઈ સહિત શિક્ષણ વિભાગ ટીમે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...