તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:ચોટીલાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કુલ નાવામાં 41 પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કુલ નાવામાં 41 પોઝિટિવ કેસ - Divya Bhaskar
ચોટીલાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કુલ નાવામાં 41 પોઝિટિવ કેસ
 • ચોટીલા વિસ્તારમાં કોરોનાએ હાફસેન્સુરી વટાવી : એકજ દિવસમાં 52 પોઝિટિવ કેસ

સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં સોમવારે કોરોનાએ કહેર વર્તાવતા એક સાથે 52 પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાં કે.જી.બી.વીમાં 41 પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. જેમાં સોમવારના રોજ નવા 52 પોઝિટિવ કેસ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ કેસોમાં 41 કેસ શિક્ષણ વિભાગની કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કુલ નાવા ખાતે આવ્યા છે. આ સંસ્થામાં 70 જેટલી વિદ્યાર્થીનીઓ ત્યાં રહીને અભ્યાસ કરે છે. જે પૈકી 38 વિદ્યાર્થીનીઓ, 1 વોર્ડ આયા, 2 અન્ય બહેનો મળી 41 પોઝિટિવ કેસો બહાર આવ્યા છે, તેમજ અન્ય મળી કુલ 52 કેસ નોંધાયા છે.

આમ મોડેલ સ્કુલમાં એક સાથે કોરોના કેસ રાફડો ફાટતા કોની બેદરકારી તે સવાલ ઉઠ્યા છે. જ્યારે એક સાથે આટલા બધા કેસ આવતા જીલ્લા અને તાલુકાનાં અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. જ્યારે એક સાથે આટલી વિધ્યાર્થીનીઓ પોઝિટિવ આવતા તેઓને અલગ કોરોન્ટાઇન કરવાને બદલે ઘરે વાલીઓને તેડી જવાનું સુચન મળતા કચવાટ જોવા મળ્યો હતો. ત્યારે ક્યાંક કાચુ કપાયુ હોવાનો ગણગણાટ ઉઠયો છે. કોરોના પોઝિટિવ કેસને લઇ તંત્ર દ્વારા આખી બિલ્ડીંગને સેનીટાઇઝ કરવામાં આવી હતી.ત્યારે સ્થાનિક આરોગ્ય વિભાગનાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર પણ કોરોના ગ્રસ્ત બન્યાના અહેવાલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો