તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં 41 કેન્દ્ર ફરી વધાર્યાં, 73 કેન્દ્ર પરથી 6272 લોકોને રસી અપાઈ : આજે 12,000 ડોઝ અપાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે  કેન્દ્રો વધારવાની સાથે રસીકરણ યોજાતા લોકોએ રસીનો લાભ લીધો હતો.  - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે  કેન્દ્રો વધારવાની સાથે રસીકરણ યોજાતા લોકોએ રસીનો લાભ લીધો હતો. 

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે 73 કેન્દ્રો પર રસીકરણ યોજાતા સાંજના 7 કલાક દરમિયાન કુલ 6272 લોકોએ રસી મૂકાવી હતી. ત્યારે ગુરૂવારે 32 કેન્દ્રોની સામે 7112 લોકોએ રસી લીધી હતી. આમે શુક્રવારે 41 કેન્દ્રો વધારવા છતાં રસીકરણનો આંક ઓછો રહ્યો હતો. હાલ જિલ્લામાં કુલ 5,13,007 લોકોનું રસીકરણ થયુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં દરરોજ 15000 લોકોને રસી દેવાનું તંત્રનું લક્ષ્યાંક છે. પરંતુ રસીની અછત સાથે કેન્દ્રો પણ ઓછા પડતા હોવાની બૂમરાણો ઉઠી હતી. જેને લઇને તંત્ર દ્વારા ગુરૂવારે 32 કેન્દ્રોની સામે શુક્રવારે 73 જેટલા રસીના કેન્દ્રો ઉભા કરી દીધા હતા. તેમ છતાં શુક્રવારે સવારના 10 થી લઇને સાંજના 7 કલાક સુધીમાં 6272 લોકોએ જ રસી મૂકાવી હતી. આમ રસીના કેન્દ્રો વધારવા છતાં રસીકરણનો દિવસભરનો આંક ઓછો રહ્યો હતો.

બીજી તરફ જિલ્લામાં અત્યાર સુધીમાં 4,15,566 પ્રથમ ડોઝ તેમજ 97,441 લોકોએ બીજા ડોઝ સાથે કુલ 5,13,007 લોકોએ રસી લીધી હતી. જેમાં 2,74,640 પુરૂષો અને 2,38,261 મહિલાઓના રસીકરણમાં 4,32,252 કોવિશિલ્ડ તેમજ 80,755 કોવેક્સિનની રસી મૂકાવી હતી.

જિલ્લામાં 18+ વયના 2 લાખથી વધુએ રસી લીધી
જિલ્લામાં તા. 4 જુનથી 18-44ની ઉંમર ધરાવતા લોકોને રસી આપવાનું ચાલુ કરાયુ હતુ. ત્યારે અત્યાર સુધીમાં 18-44ની વયના લોકોએ રસી લેવામાં 2,00,402 સુધી પહોંચી ગયા હતા. જેની સામે 45-60 વર્ષના 1,77,115 લોકો તેમજ 60થી ઉપરની વય ધરાવતા લોકોનો આંક 1,35,490 પર રહ્યો હતો.

શુક્રવારે 10 થી સાંજના 7 એટલે કે 10 કલાકમાં એકજ વાર રસીકરણનો આંક 1000થી ઉપર રહ્યો
તા. 2 જુલાઈને શુક્રવારે સવારે 10 કલાકથી રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતથી ધમીગતીએ રસીકરણ થયુ હતુ. જેમાં બપોરના 1 કલાકે 1345 લોકોએ રસી મૂકાવી હતી. ત્યારબાદની કલાકોમાં એકપણવાર 1000થી ઉપર રસી મૂકાવનારની સંખ્યા નોંધાઇ ન હતી.

શુક્રવારે 5000 પ્રથમ ડોઝ અને 1278 લોકોએ બીજો ડોઝ લીધો

સમયપ્રથમબીજો18+45+60+કુલ
109726663720123
11603150441210102753
12833122566254135955
111322138702981771345
248713838115985625
3604202409240157806
4467198357205103665
546214835817676610
6197481437329245
711831993416149
અન્ય સમાચારો પણ છે...