શિક્ષણ વિભાગના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો:સુરેન્દ્રનગર જિલ્લામાં 6 થી 19 વર્ષની વયના 4084 બાળકો શિક્ષણથી વંચિત, ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધુ 1558 બાળકો

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં 6થી 19 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 4084 બાળકો વિવિધ કારણોસર શિક્ષણથી વંચિત રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમાં કન્યાઓનું પ્રમાણ વધુ હોવાનુ જાણવા મળે છે.

સુરેન્દ્રનગર જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત તા.1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી-2023 સુધી જીલ્લામાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 6થી 19 વર્ષની વયજુથના શિક્ષણથી વંચિત રહી ગયેલા ધોરણ-1થી 12 સુધીનું શિક્ષણ મેળવ્યુ ન હોય તેવા તેમજ ધોરણ-11 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધ્ધ વચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવા દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સરકારી વિભાગો, એન.જી.ઓ., સરકારી શાળાના આચાર્ય, સી.આર.સી. કો-ઓર્ડીનેટર, તાલુકા બી.આર.સી.કો-ઓર્ડીનેટર વિગેરે પણ સહભાગી બન્યા હતા.

જેમાં સર્વે દરમ્યાન વિવિધ કારણોસર શિક્ષણથી વંચિત રહી ગયેલા 4084 બાળકો ધ્યાને આવ્યા છે. જેમાં 1617 બોયઝ અને 2467 ગર્લ્સ બાળકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ 1558 બાળકો ધ્રાંગધ્રા તાલુકામાંથી મળી આવ્યા છે. જ્યારે સૌથી ઓછા 20 બાળકો લીંબડી તાલુકામાં છે. ચોટીલા તાલુકામાં 250 બાળકો, ચુડા તાલુકામાં 85 બાળકો, ધ્રાંગધ્રા તાલુકામાં 1558 બાળકો, લખતર તાલુકામાં 140 બાળકો, લીંબડી તાલુકામાં 20 બાળકો, મુળી તાલુકામાં 41 બાળકો, પાટડી તાલુકામાં 259 બાળકો, સાયલા તાલુકામાં 779 બાળકો, થાનગઢ તાલુકામાં 124 બાળકો અને વઢવાણ તાલુકાનાં 828 બાળકો વિવિધ કારણોસર શિક્ષણથી વંચિત રહ્યા જણાયા છે.

સમગ્ર જીલ્લામાં 6થી 8 વર્ષની વય જુથનાં 112 બાળકો, 9થી 14 વર્ષની વય જુથનાં 740 બાળકો અને 15થી 19 વર્ષની વય જુથનાં 3232 બાળકોનો સમાવેશ થાય છે. ત્રણ કેટેગરી પ્રમાણે સર્વે કરવામાં આવ્યો હતો. 6 થી 8 વર્ષ, 9થી 14 વર્ષ, 15થી 19 વર્ષનાં બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. 15થી 19 વર્ષની વય જુથનાં 3232 બાળકો શિક્ષણથી વંચિત રહ્યાં હતા. એટલે કે, સેકેન્ડરી-હાયર સેકેન્ડરી શિક્ષણમાં શાળા અધ્ધવચ્ચે છોડી દેવાથી કે, અન્ય કારણોસર શિક્ષણથી વંચિત રહ્યાનું પ્રમાણવધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણથી વંચિત રહી ગયેલા આ બાળકો લખતા-વાંચતા શીખે, તેથી આગળ શિક્ષણ મેળવીને શિક્ષિત થાય, સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે તે માટે જીલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી અને સંલગ્ન વિભાગો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. જેમાં વિવિધ કારણોસર શિક્ષણથી વંચિત 6થી 19 વર્ષનાં બાળકોનાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં 1558 બાળકો અને સૌથી ઓછા લીંબડી તાલુકામાં 20 બાળકો છે. કયા તાલુકામાં કેટલા બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...