તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સુરેન્દ્રનગરમાં હૃદયરોગના દર્દીઓ માટે નિ:શુલ્ક દોડતી ICU ઓન વ્હીલ, 400 દર્દીએ લાભ લીધો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુટુંબની વાર્ષિક આવક રૂ. અઢી લાખથી વધુ હોય તો ડિઝલનો ખર્ચ લેવાય છે

સુરેન્દ્રનગરમાં હૃદયરોગના દર્દીઓ માટે આઇસીયુ ઓન વ્હીલ્સ છેલ્લા 3 વર્ષથી નિ:શુલ્ક સેવા આપી રહી છે. અત્યાર સુધીમાં 400 દર્દીઓને રાજકોટ તેમજ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 80 ટકા લોકોની જીંદગીને બચાવી છે.

પિતા સ્વ.ભાનુભાઈ અને માતા સ્વ.સુશીબેનની સ્મૃતિ માટે એસએસવ્હાઇટ ટેકનોલોજીસ ઇ.પ્રા.લિ.અને રાહુલ ભાનુભાઈ શુકલ ફાઉન્ડેશનના સૌજન્યથી હૃદયરોગના દર્દીઓ માટે નિ:શુલ્ક આઇસીયુ ઓન વ્હીલ્સની સેવા 2017માં શરૂ કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગરથી અમદાવાદ અને રાજકોટ હોસ્પિટલ ટુ હોસ્પિટલ ક્રિટીકલ કંડીશનમાં દર્દીને ટ્રાન્સફર કરવા માટેની સેવા મધ્યમવર્ગ માટે શરૂ કરાઇ હતી. 24 કલાક સેવા આપતી આ ગાડીને એક ફોન કરો તો અડધો કલાકમાં આવી જાય છે. સુરેન્દ્રનગરમાંથી હૃદયરોગના દર્દીને આ ગાડી દ્વારા અમદાવાદ અને રાજકોટ માત્ર રિફર કરવાનું કાર્ય કરે છે.

છેલ્લા ત્રણ વર્ષમાં હૃદયરોગના, નવજાત શીશુ, દવા પીધી હોય અને ઝેરી જીવજંતુ કરડયુ સહિતના અંદાજે 400થી વધુ દર્દીઓને અમદાવાદ અને રાજકોટ લઇ જવાયા હતા. જેમાં સમયસર આ ગાડી હોસ્પિટલે પહોંચતા 80 ટકા હૃદયરોગના દર્દીઓની જીંદગી બચી ગઇ હતી. જો અઢી લાખથી વધુ રકમની દર્દીના કુટુંબની આવક હોય અને તો તેઓને આ ગાડીનો માત્ર ડિઝલનો અને મેડીકલ એટેન્ડેશનનો ખર્ચે ભોગાવવાનો રહે છે. આ અંગે એહમદ પઠાણે જણાવ્યું ખર્ચે રાહુલ ભાનુભાઈ ફાન્ડેશન ઉઠાવે છે તેમજ આ ગાડીનું એસએસ વ્હાઇટના ટેકનોલોજીની મેનેજર ટીમ સંચાલન કરી રહી છે.

કોરોનાના 5 માસમાં કુલ 150 જેટલા દર્દીએ લાભ લીધો
આઇસીયુ ઓન વ્હીલ્સ 24 કલાક સેવા ચાલુ છે. ત્યારે કોરોનાની મહામારીને લઇને આ ફાઉન્ડેશન દ્વારા પરિસ્થિતિને ધ્યાને રૂ. 7 લાખના ખર્ચે વધારાની ગાડીની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં 5 માસમાં 150થી વધુ લોકોએ તેનો લાભ લીધો હતો.

25 લાખથી બનેલી ગાડીમાં વેન્ટીલેટર સહિતની સુવિધા
એક વર્ષ પહેલા આ ગાડી અમદાવાદમાં અંદાજે રૂ. 25 લાખના ખર્ચ બનાવવામાં આવી હતી. જેમાં વેન્ટીલેટર, મોનીટર, બાયપેપ, ડીફેબ્રીલેટર, ઓકસીજનનું મશીન, સકશન મશીન, ઇન્ફયુઝન, ઇન્સ્યુરન્સ પમ્પ, અંબુબેગ, બે એસી સહિતની સુવિધાઓ ઉભી કરાઇ છે. દર્દીઓને રાજકોટ તેમજ સુરેન્દ્રનગર રિફર કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો