બાળકોનું રસીકરણ:સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ દિવસે 40 હજાર બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરની મ્યુનિ. હાઈસ્કૂલ થાનગઢમાં જાણે કે કૉરોના સામે વેકસિન લેવાનો તહેવાર હોય એવું વાતાવરણ હતું. - Divya Bhaskar
શહેરની મ્યુનિ. હાઈસ્કૂલ થાનગઢમાં જાણે કે કૉરોના સામે વેકસિન લેવાનો તહેવાર હોય એવું વાતાવરણ હતું.
  • 332 આરોગ્યની ટીમો અને 1248 આરોગ્ય કર્મીઓ દ્વારા શાળાઓમાં જઇ બાળકોને રસી આપી
  • 2 દિવસમાં 80 હજાર બાળકોને આરોગ્ય વિભાગ કોરોનાની રસી આપશે

સુરેન્દ્રનગર જિલ્લા આજથી 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર દ્વારા આ મામલે વિવિધ શાળાઓમાં જઈ અને બાળકોને રસીકરણ આપવાની શરૂઆત વહેલી સવારથી કરી દેવામાં આવી છે. રસીકરણના પ્રથમ દિવસે 40 હજાર બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

આજથી સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેર થી બાળકો બચે તે માટે રસીકરણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે શાળામાં જ કોરોના ની રસી આપવાની શરૂઆત આરોગ્યતંત્રની ટીમો દ્વારા કરી દેવામાં આવી છે ત્યારે રજિસ્ટ્રેશન પણ શાળામાં જ કરી આપવામાં આવી રહ્યું છે.તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે એ.કે ઓરંગાબાદકર અને સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લાની શાળામાં જઈ અને કોરોના ની રસી બાળકોને આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે તેવા સંજોગોમાં પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં 40 હજાર બાળકોને કોરોના ની રસી આપી દેવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે જિલ્લાની એસએન વિદ્યાલય ડી.એન.ટી શાળા આર.પી.પી સ્કૂલ સહિતના શાળાઓની મુલાકાત લઇ અને વેક્સિનેશન જે ચાલી રહ્યું છે તેની કામગીરી ખુદ જિલ્લા કલેક્ટરે નિહાળી છે અને આરોગ્યની તંત્રની ટીમોને વિવિધ પ્રકારોની સૂચના આપી અને બાળકોને સુરક્ષિત રીતે કોરોના ની રસી આપવામાં આવે તેવી તાકીદ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમો અને કરવામાં આવી છે. તેવા સંજોગોમાં જિલ્લા કલેકટર વહેલી સવારથી બાળકોને રસીકરણના મામલે સ્ટેન્ડબાય રહેવા પામ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ દિવસે 40 હજાર બાળકોને કોરોના ની રસી આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારી ડો ચંદ્રમણી કુમાર અને તેમની ટીમ દ્વારા અલગ અલગ સ્થળ ઉપર આરોગ્ય તંત્રની ટીમ તૈનાત કરી અને શાળાઓમાં જઈ અને પ્રથમ દિવસે 40 હજાર બાળકોને કોરોના ની રસી આપી દેવામાં આવી છે અને આ કામગીરી સતત બે દિવસ જરૂર રહેવાની છે ત્યારે બે દિવસમાં 80 હજાર બાળકોને કોરોના ની રસી આપવામાં આવશે તેવું આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ત્રીજી લહેર ખતરનાક બાળકો સુરક્ષિત રહે તેવા આરોગ્ય અને તંત્રના પ્રયાસસુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર ધીમે ધીમે શરૂ થતી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે તેવા સંજોગોમાં ત્રીજી લહેર ખતરનાક હોવાથી બાળકો સુરક્ષિત રહે તેવા પ્રયાસો આરોગ્ય તંત્રની ટીમે હાથ ધર્યા છે. સરકારના આદેશની સાથ બે દિવસમાં 80 હજાર બાળકોના કોરોના રસી આપવામાં આવશે તેમ આરોગ્યની ટીમે જણાવ્યું છે. પ્રથમ દિવસે તો 40 હજાર બાળકોને કોરોના ની રસી આપી દેવામાં આવી તેવા સંજોગોમાં કોરોના ની ત્રીજી લહેર સામે બાળકો ટકી રહે અને સંક્રમિત ન બને તેવા પ્રયાસો આરોગ્યની ટીમે હાથ ધર્યા છે તેવું ડોક્ટર ચંદ્રમણીકુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે..

આરોગ્ય કર્મીઓ દ્વારા શાળાઓમાં જઇ અને બાળકોને રસી આપવામાં આવીસુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી કોરોના રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસી આપવાની શરૂઆત શાળા-કોલેજોમાં સુરેન્દ્રનગર આરોગ્ય તંત્રની ટીમ દ્વારા શરૂ કરાવી દેવામાં આવી છે. તેવા સંજોગોમાં પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય તંત્રની 332 ટીમો કામે લાગી છે તેમાં 1248 જેટલા આરોગ્ય કર્મચારીઓ સતત શાળાઓમાં વહેલી સવારથી પહોંચી અને 15 થી 18 વર્ષના બાળકોને કોરોના ની રસી આપી રહ્યા છે.

રસીની અસર-જોરાવરનગરની સ્કૂલની 15 વર્ષીય બાળાને રસી લીધા બાદ રિએક્શન, 108 ટીમ દોડી ગઇ
જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં શાળાઓમાં બાળકોને રસીકરણ હાથ ધરાતા સુરેન્દ્રનગરના જોરાવરનગરની એક શાળામાં અભ્યાસ કરતી એક 15 વર્ષીય બાળાને વેક્સિનનો ડોઝ આપ્યો હતો.

ત્યારબાદ બાળાને રિએક્શન આવતા તબિયત લથડતા શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું અને હાથ પગ ખેંચાતા હોવાની ફરિયાદ કરી હતી. આથી 108ને જાણ કરતા ઇએમટી ક્રિપાલસિંહ રાઠોડ, ડ્રાઇવર ચંદ્રશેનભાઇ શાળાએ દોડી ગયા હતા. બાળાને પ્રાથમિક સારવાર આપી ગાંધી હોસ્પિટલ મોકલી અપાઇ હતી. બાળાની તબિયત સ્થિર હોવાનું 108 ટીમે જણાવ્યું હતું.

રસીનો ભય-જિલ્લાની દરેક એક શાળાએ અંદાજે 5%વાલીઓ સંતાનને રસી આપવા માટે સહમત થતા નથી
જિલ્લામાં કિશોર અને કિશોરીઓને શાળામાં જ રસી દેવાઈ રહી છે. ત્યારે જિલ્લાની દરેક શાળાઓ 5 ટકા જેટલા વિદ્યાર્થીના વાલીઓ રસી માટે સહમત ન થતા હોવાનું બહાર આવ્યું છે. આવા વાલીઓમાં જાણે કે અજાણે એવો ભય છે કે આ રસી તેમના સંતાનો માટે સુરક્ષિત નથી અથવા તો રસી વિશે જુદુ વિચારસરણી ધરાવે છે. અમુક વાલીઓ પોતાના સંતાનોને સાથે રાખીને રસી અપાવશે તેવું જણાવી રહ્યાં છે.

જાગૃત નાગરિક તરીકે રસી લેવી જોઇએ. રસી લીધા પછી સારું છે અને કોઈ આડઅસર થઈ નથી
હું વિદ્યાર્થીઓને સંદેશ આપવા ઇચ્છું છું કે એક ભારતના જાગૃત નાગરિક તરીકે રસી લેવી જોઇએ. પરિવારે જણાવ્યું કે રસી આપણા માટે સારી છે અને તે લેવી જોઇએ. રસી લીધા પછી સારું છે અને કોઇ આડઅસર નથી. દરેક માતા-પિતાએ પણ સાથ સહકાર આપીને વિદ્યાર્થીઓને રસી અપાવવા આગળ આવવુ જોઇએ. > પરમાર ધ્રવીબા, આરપીપી શાળાના જીએસ, ધો. 12.સુરેન્દ્રનગર

​​​​​​​અમે રસી લઈશુ તો કોરોના સામે રક્ષણ મળશે, સ્કૂલો ચાલુ રહેશે
રસી લેવી તે ફાયદાકારક છે, કોરાનાથી રક્ષણ મળશે અને રસી લઇ તો સ્કૂલ ચાલુ રહેશે. વર્તમાન સમયમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી શાળામાં જ પોતાની મહેનતથી બોર્ડમાં ઉજ્જવળ કારર્કિદી પ્રાપ્ત કરવી છે. માસ પ્રમોશનના ટકા કે માસ પ્રમોશનની માર્કશીટ નથી જોઇતી. આથી દરેક વિદ્યાર્થીઓને સંદેશ છે કે જો રસી લેશો તો જ સુરક્ષિત રહેશો અને તમારૂ ભવિષ્ય પણ ઉજ્જવળ રહેશે.> શાહ મોક્ષા, આરપીપી સ્કૂલ, ધો. 12 સાયન્સ

અન્ય સમાચારો પણ છે...