સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. આથી ગેટસ્ટેશન ઓવરબ્રિજ નીચે તપાસ કરતા 4 શખસ મોબાઇલમાં લુડો ગેમ પર હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડા, મોબાઇલ સહિત રૂ.15,240નો મુદામાલ જપ્ત કરાયો હતો.
સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરમાં જુગારની બદીને વધતી અટકાવવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલ ધનરાજસિંહ વાઘેલા, હારૂનભાઇ કુરેશી, કિશનભાઇ ભરવાડ સહિત સ્ટાફ કુંથુનાથ દેરાસર પાસે હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. આથી શહેરના ગેટસ્ટેશન ઓવરબ્રિજ ખાતે દરોડો કરાયો હતો.
જ્યાં અમુક શખસો કુંડાળુવાળી મોબાઇલમાં લુડો ગેમ પર જુગાર રમતા જણાયા હતા.પોલીસને આવેલી જોઇ નાશી જાય પહેલા 4 શખસ ચામુંડા પરા શેરી નં.1 મૂળચંદ રોડના રહીશ તાજમહંમદ આદમભાઇ બાબરીયા, નુરેમહમંદી સોસાયટીના મહેશ મણીલાલ સલૈયા, નુરમહંમદ સોસાયટી પાસે રહીમનગરના ઇમરાન નુરમહંમદભાઇ મન્સુરી, રેલ્વે મજદુર સંધ સોસાયટીના કલ્પેશ ભાવુભાઇ ચાવડાને ઝડપી લેવાયા હતા. રોકડા, મોબાઇલ સહિત રૂ.15,240નો મુદામાલ જપ્ત કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારા અંગે ગુનો નોંધાતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સોનલબેન સુમેરા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.