સિદ્ધિ:સુરેન્દ્રનગરના 4 ખેલાડી દિલ્હીમાં નેશનલ ગેમ્સ કરાટેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યકક્ષાના સબ જુનિયર કરાટે ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પસંદગી પામ્યા

કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ માટે રાજ્યકક્ષાની સબ જુનિયર કરાટે ચેમ્પિયનશિપ આણંદમાં આયોજન કરાયું હતું. જેમાં સુરેન્દ્રનગરના 4 ખેલાડીએ સુંદર પ્રદર્શન કરતાં નેશનલ ગેમ્સમાં પસંદગી થઈ છે. તેઓ આગામી સમયમાં દિલ્હીમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા ગુજરાતની ટીમનું સિલેકશન આગામી યોજાનાર નેશનલ કરાટે ચેમ્પયનશિપ - દિલ્હી માટે રાજ્ય કક્ષા સબ - જુનિયર કરાટે ચેમ્પયનશિપ 2022નું આયોજન યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ આણંદ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં એસોસિયેશન પ્રમુખ ક્યોશી અરવિંદ રાણા, સચિવ રેંશી, ચકરબહાદુર દમાઈ તથા કોચ સેંસેઇ મહેશ દમાઈ અને સેન્સેઇ ભાવેશ ગુરખાનામાર્ગદર્શનમાં સુરેન્દ્રનગરના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં જિલ્લામાંથી 4 ખેલાડી પસંદગી પામ્યા હતા અને આ ખેલાડીઓએ પોતાની વજન અને ઉંમરની કેટેગરીમાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને સનફ્લાવર સ્કૂલનો રુદ્રવીરસિંહ વી. પલાનીયા અને વન વર્લ્ડ સ્કૂલની બિલ્વા યેન. રાવલ ગોલ્ડ મેડલ તથા અદિતી સી. દમાઇ સન્ની સ્કાય ઇંગ્લિશ સ્કૂલ સિલ્વરમેડલ મેળવ્યો હતો.

જ્યારે બ્રોન્ઝ મેડલ મેળવનાર ખેલાડીઓમાં ધ્રુમિલ એ. આચાર્ય બચપન સ્કૂલ રહ્યા હતા. આમ 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળ રહ્યા હતા અને પ્રથમ આવનાર ખેલાડીઓ દિલ્હી ખાતે નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા પસંદગી થઇ હતી. આથી આગામી સમયમાં દિલ્હી ખાતે યોજાનાર આાગમી સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...