ઝાલાવાડનાં જળાશયો સૂકાં:ઝાલાવાડનાં 11માંથી 4 જળાશય તળિયાઝાટક, બાકીનાં 7માં 21.76 ટકા પાણી; 19 દિવસમાં જળસપાટીમાં માત્ર 4.01 ટકાનો વધારો

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
49 દિવસમાં 46.47 ટકા વરસાદ છતાં - Divya Bhaskar
49 દિવસમાં 46.47 ટકા વરસાદ છતાં

ઝાલાવાડમાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 46.47 ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષે પડેલા 25.46 ટકા વરસાદ કરતાં 21.01 ટકા વધુ વરસાદ પડ્યો છતાં જિલ્લાનાં 11 જળાશયમાં માત્ર 21.78 ટકા પાણી જ ભરાયાં છે. તેમાં પણ મોરસલ, સબુરી, વાંસલ અને નીંભણી ડેમ તો તળિયાઝાટક છે. 15 જુલાઈએ 11 જળાશયમાં 17 ટકા જેટલું જળસ્તર હતું, જેમાં 19 દિવસમાં માત્ર 4.01 ટકાનો જ વધારો થયો છે.

ગત વર્ષ કરતાં વરસાદ વધુ છતાં જળાશયોમાં પાણી ઓછું આવવાનાં કારણોમાં 15 જૂનથી 2 ઑગસ્ટ સુધીના ચોમાસાના 49 દિવસમાંથી 14 દિવસ જિલ્લામાં એક છાંટો પડ્યો નથી. માત્ર 4 દિવસ સરેરાશ 1 ઈંચ જ્યારે 5 દિવસ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. એ જ રીતે 31 દિવસ 1થી 10 મીમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં સરેરાશ 24 ઇંચ જેટલો વરસાદ પડે છે. અત્યાર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ધીમી ધારે વરસેલા વરસાદને કારણે ખેતીપાકને રાહત છે પરંતુ આખું વરસ સિંચાઈ અને પીવાનાં પાણી માટે જેના પર આધાર રાખવો પડે તેવાં 11 જળાશયમાં હાલ માત્ર 46.47 ટકા જ પાણીની આવક થઈ છે. ખાસ કરીને નર્મદાનાં પાણીથી ભરાતા ધોળીધજા ડેમને બાદ કરતાં ત્રિવેણી ઠાંગામાં 69.40 ટકા પાણી છે. બાકીનાં જળાશયોમાં પાણીની આવક ખૂબ ઓછી થઈ છે.

ડેમમાં પાણીની હાલની સ્થિતિ

જળાશયક્ષમતાહાલની સ્થિતિટકાવારી
નાયકા48498.420.33
ધોળીધજા720446.8162.06
થોરીયાળી792131.0316.54
વળોદ53667.5112.59
વાંસલ1400.140.1
ફલકુ4607.71.67
મોરસલ11500
સબુરી15900
નીંભણી21800
{ ત્રીવેણી ઢાંગા11479.1269.4
{ ધારી1066.646.26
કુલ3844837.3521.78

​​​​​​​વરસાદની સ્થિતિ (મીમીમાં)

તાલુકો30 વર્ષનોઆ વર્ષનોટકાવારી
વરસાદવરસાદ
ચુડા58138056.23
ચોટીલા67638866.8
થાન63723540.94
દસાડા57418333.06
ધ્રાંગધ્રા55426844.37
મૂળી56320933.2
લખતર60426847.61
લીંબડી63030455.54
વઢવાણ61427042.38
સાયલા54724740.26
કુલ598027546.27

​​​​​​​8 વર્ષમાં વરસાદની સ્થિતિ (મીમીમાં)

વર્ષસરેરાશ2 ઑગસ્ટટકાવારી
સુધીમાં
201555638068.29
201657911619.99
2017555706127.23
201858512020.46
201956518432.62
202057828549.42
202158314925.46
202259227546.47

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...