તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ચોટીલામાં 4 ઈંચ, વઢવાણ, સાયલા, મૂળીમાં 2 ઈંચ વરસાદ, ઝાલાવાડમાં 24 કલાકમાં સરેરાષ 1.46 ઈંચ વરસાદ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 જળાશયમાં નવાં નીર, જળાશયોમાં કુલ 178.55 મિલિયન ઘનફૂટ નવું પાણી આવ્યું, સુરેન્દ્રનગરમાં ગુરુવારે ધીમી ધારે વરસાદ

ઝાલાવાડની માથે છેલ્લા 3 દિવસથી મેઘો હેત વરસાવી રહયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સરેરાસ 1.46 ઈંચ વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ ચોટીલામાં 4 ઈંચ અને વઢવાણ, સાયલા, મૂળી પંથકમાં 2 ઈંચથી વધુ વરસાદ થયો હતો. ઉપરવાસ વરસાદને કારણે જિલ્લાના 5 જળાશયોમાં નવા નીર આવ્યા હતા. બીજી બાજુ મહત્ત્વની બાબત એ છે કે સાયલામાં સારો વરસાદ થવા છતા હજુ પણ 7 ગામના લોકો ટેન્કરનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. પરંતુ ત્યાર બાદ વરસાદ ખેચાતા મોલાત સૂકાઇ રહી હતી અને જળાશયોમાં પાણી તળીયે બેસી ગયા હતા.આવી વિકટ સ્થિતિમાં 77 દિવસ બાદ ઝાલાવાડની માથે મેઘાએ મહેર કરતા છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં 24 કલાકમાં જિલ્લામાં સરેરાસ 1.46 ટકા વરસાદ થયો છે. જ્યારે ચોટીલામાં ખાબકેલા મુશળધાર વરસાદે 4 ઇચ પાણી વરસાવી દિધુ હતુ. તેવી જ રીતે વઢવાણ,સાયલા અને મુળી પંથકમાં 2 ઇચ વરસાદ થતા મુરજાતી મોલાતને ફાયદો થયો હતો. આ 24 કલાકમાં સૌથી ઓછો ધ્રાંગ્રધ્રામાં માત્ર 4 એમએમ વરસાદ થયો હતો.

ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલામાં સારો વરસાદ થવાને કારણે પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા જિલ્લાના 11 પૈકી 5 જળાશયોમાં 178.55 મિલીયન ઘનફૂટ નવા નીરની આવક થઇ હતી.જ્યારે બાકીના 6 જળાશયોની હજુ પણ ખાલી જ રહયા છે. સાયલા પંથકમાં વરસાદ સારો થયો છે તેમ છતા સાયલાના નિનામા, શેખડોદ, નાનાહરણીયા, કોટડા, લીંબાળા, નડાળા, દેવગઢ ગામમાં હજુ પણ લોકોને ટેન્કરનું પાણી પીવું પડે છે.

જિલ્લામાં આ સિઝનનો અત્યાર સુધીમાં કુલ 8.26 ઇચ વરસાદ થયો છે. જળાશયો ભરવા તેમ જ ખેતીના પાક માટે હજુ પણ વરસાદની જરૂર છે. ત્યારે ગુરૂવારના દિવસે સુરેન્દ્રનગરના આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા જ્યારે સાંજે વાતાવરણમાં પલટો આવવા સાથે ઝરમરીયો વરસાદ ચાલુ રહ્યો હતો.

ક્યાં જળાશયોમાં કેટલાં નવાં નીર આવ્યાં

ડેમનું નામપહેલાની સ્થિતિહાલની સ્થિતિ
નાયકા51.256.8
ધોળીધજા544656.47
થોરીયાળી48.362.5
ફલકુ40.8362.5
ત્રિવેણી ઠાંગા32.3454.81

24 કલાકમાં સિઝનનો કુલ થયેલો વરસાદ

તાલુકો24 કલાકમાંસિઝનનો
ચોટીલા93287
ચુડા12261
પાટડી12120
ધ્રાંગધ્રા2101
લખતર12164
લીંબડી4191
મૂળી60219
સાયલા69254
થાનગઢ25237
વઢવાણ76233

હજુ પણ ખાલી (સ્થિતિ મિલીયન ઘનફૂટમાં)
મોરસલ., સબુરી, નીંભણી, ધારી

જળાશયોની સ્થિતિમાં કોઇ ફેરફારનહીં
ડેમ પહેલાની સ્થિતિ હાલની સ્થિતિ

વાંસળ 62.54 62.54
વડોદ 96.36 96.36

અન્ય સમાચારો પણ છે...