તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરસલ ભોગાવા નદીમાંથી ચોરેલી રેતી ભરેલા 4 ડમ્પર જપ્ત

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાંથી પસાર થતા ભોગાવા નદીમાંથી બેફામ સફેદ રેતીનો કાળો કારોબાર કરીને રેતી માફીયાયાઓ સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર કે. રાજેશે ખાણ ખનીજ વિભાગ, પોલીસ અને મહેસુલ વિભાગે ચેકિંગ કરી રેતીચોરી ડામવા કડક આદેશો કર્યા છે.

આ દરમિયાન લીંબડી વિભાગીય પોલીસ અધિકારીની સૂચનાથી સાયલા અને ધજાળા પોલીસે સાયલા તાલુકાના મોરસલ ગામના રસ્તે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં ભોગાવા નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરીને આવતા ડમ્પર ચાલકે દૂરથી પોલીસ કાફલાને જોતા રસ્તા પર રેતી ખાલી કરી નાંખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. આ સીવાય રેતી ચોરી કરતા વધુ ડમ્પર પકડાયા હતા. જેમાંથી બે ડમ્પરો રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના અજીતભાઇ રાયધનભાઇ કુવાડીયાના, રાજકોટના હરીભાઇ જળુ અને ભીમાભાઇના હોવાનું બહાર આવ્યુ છે. પોલીસે હાલ ઝડપાયેલા 4 ડમ્પર કિંમત રૂપિયા 80 લાખનો મુદ્દામાલ ધજાળા પોલીસ મથકે સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો