કોરોના સંક્રમણ:ગુરુવારે 4 કેસ : વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકાઓમાં 2-2 દર્દી સારવાર હેઠળ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કુલ 65 કેસ, ગુરુવારે 4 કોરોનામુક્ત થતાં કુલ 38 દર્દી સાજા થતાં એક્ટિવ કેસ 23 થયા
  • ​​​​​​​અત્યાર સુધીમાં 15.75 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે, માત્ર 51,339 જણાએ જ બુસ્ટર ડોઝ લીધો. જિલ્લાના 12થી 14 વર્ષના 77,759 કિશોરોએ પણ રસી લીધી

જિલ્લામાં બુધવારે 1278 લોકોએ લીધી હતી જ્યારે જિલ્લામાં 1025 લોકોના ટેસ્ટ કરતા 4 કોરોના નવા કેસ સામે આવ્યા હતા, જેમાં વઢવાણમાં 2 ધ્રાંગધ્રામાં 2 સામે આવ્યો હતો.જ્યારે 4 વ્યક્તિ સાજી થતાં રજા અપાઇ હતી. આમ જિલ્લામાં હાલ 23 એક્ટિવ કેસ કોરોનાના રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર દિવસે દિવસે પકડ જમાવતી હોય એમ દરરોજ એક બે કેસ સામે આવવા સાથે લોકોના સાજા થવાની ક્ષમતા પણ વધી રહી છે. આથી ત્રીજી લહેરમાં એક પણ મૃત્યુ નોંધાયુ નથી ત્યારે જિલ્લામાં ગુરૂવારે આરટીપીસીઆરના-909 અને એન્ટિજનના-116 સહિત કુલ 1025 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં 1 શહેરી વિસ્તારમાં 1 અને વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં એક અને શહેરી વિસ્તારમાં 1 કેમ કુલ 4 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતો.

આ દિવસે 4 દર્દી સાજા થતા રજા અપાઇ હતી. આમ કુલ 65 કેસમાંથી 42 લોકો સાજા થતા 23 એક્ટિવ કેસો રહ્યા છે. જિલ્લામાં ગુરુવારે 1278 લોકોએ રસી લેતા રસીકરણનો કુલ આંક 31,03,901 પર પહોંચી ગયો હતો.અત્યાર સુધીમાં 14,76,815, લોકોએ પ્રથમ તેમજ 15,75,747 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 51,339 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. જેમાં 16,34,520 પુરૂષો તેમજ 14,17,501, મહિલાઓનું રસીકરણ થયુ હતુ. આ ડોઝમાં કોવિશિલ્ડની 24,37,952 અને કોવેક્સિનની 5,88,187 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...