ચૂંટણી જંગ:4 ઉમેદવાર પોતાને જ મત નહીં આપી શકે, જિલ્લામાં ભાજપના 3, કૉંગ્રેસના 2 અને આપના 2 ઉમેદવારોનાં વતન અલગ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઝાલાવાડની 5 વિધાનસભાના મતદાનના દિવસો નજીક આવતા જાય છે તેમતેમ ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવતો જાય છે. મોટા નેતાઓ સભાઓ ગજવીને વધુ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે 5 વિધાનસભા બેઠકમાં ભાજપ, કૉંગ્રેસ અને આપના કુલ 15માંથી 4 ઉમેદવાર પોતાને જ મત નહીં આપી શકે. કારણ કે મતદાર યાદીમાં તેમના નામ અન્ય ગામમાં બોલે છે. શામજી ચૌહાણ ચોટીલાના ભાજપના ઉમેદવાર છે પરંતુ તેમનું વતન રાજકોટ જિલ્લાનું મેસવાડા ગામ છે.

તેઓ વર્ષોથી રાજકોટમાં રહે છે અને ત્યાંની મતદાર યાદીમાં જ તેમનું નામ છે. આથી તે પોતાને મત નહીં આપી શકે. તેવી જ રીતે પાટડીના કૉંગ્રેસના ઉમેદવાર નૌશાદ સોલંકીનું વતન ધ્રાંગધ્રા છે અને ત્યાંની જ મતદાર યાદીમાં તેમનું નામ છે જ્યારે પાટડીથી આપના ઉમેદવાર અરવિંદ સોલંકી પોતે અમદાવાદ રહે છે અને તેઓ વેજલપુરમાં મતદાન કરશે. વઢવાણમાં કૉંગ્રેસના ઉમેદવાર તરૂણ ગઢવી મુળીના વતની છે મતદાર પણ ત્યાંના જ છે.

આમ આ 4 ઉમેદવાર પોતાને મત નહીં આપી શકે. બીજી તરફ વઢવાણના ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણાનું વતન લીંબડીનું શિયાણી ગામ છે પરંતુ તેઓ 8 વર્ષથી રતનપરમાં રહે છે. તેવી જ રીતે આપના હિતેશ બજરંગનું વતન મોરબી જિલ્લાનું વાકડા ગામ છે પરંતુ 25 વર્ષથી સુરેન્દ્રનગરમાં જ રહે છે. આમ ભાજપના 3, કૉંગ્રેસ 2 અને આપના 2 ઉમેદવારનાં વતન અલગ છે પરંતુ પોતાના જ મત વિસ્તારમાં રહે છે.

બેઠકદીઠ ઉમેદવારોનાં વતન- મતવિસ્તાર

પક્ષનામવતનરહેણાકમતદાન
વઢવાણભાજપજગદીશ મકવાણાશિયાણીરતનપરરતનપર
કૉંગ્રેસતરુણ ગઢવીમૂળીસુ.નગરસુ.નગર
આપહિતેન્દ્ર નાયકપરાવાંકડા, મોરબીસુ.નગરસુ.નગર
ધ્રાંગધ્રાભાજપપ્રકાશ વરમોરાસરાઅમદાવાદધોળી
કૉંગ્રેસછત્રસિંહ ગુજરીયાચુલીચુલીચુલી
આપવાઘજીભાઈ પટેલથળાધ્રાંગધ્રાથળા
લીંબડીભાજપકિરીટસિંહ રાણાભલગામડાભલગામડાભલગામડા
કૉંગ્રેસકલ્પના ધોરિયાખીંટલાચોટીલાખીંટલા
આપમયૂર સાકરિયાદેવગઢદેવગઢદેવગઢ
દસાડાભાજપપી. કે. પરમારબામણવાબામણવાબામણવા
કૉંગ્રેસનૌશાદ સોલંકીધ્રાંગધ્રાધ્રાંગધ્રાધ્રાંગધ્રા)
આપઅરવિંદ સોલંકીઅમદાવાદઅમદાવાદવેજલપુર)
ચોટીલાભાજપશામજી ચૌહાણમેસવાડા, રાજકોટરાજકોટરાજકોટ)
કૉંગ્રેસઋત્વિક મકવાણાધજાળાચોટીલાચોટીલા
આપરાજુ કરપડાદુધઈદુધઈદુધઈ
અન્ય સમાચારો પણ છે...