સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં રવિવારના રોજ જીપીએસસી ક્લાસ 1-2ની દ્વારા પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાના 3921 ઉમેદવારો 13 કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. જિલ્લામાં આગામી તા.8-1-2023 રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2ની તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે.
સુરેન્દ્રનગર અને વઢવાણના 13 કેન્દ્રો સરદાર પટેલ વિદ્યાલય, સન્ની સ્કાય ઇંગ્લિસ હાઇસ્કુલ, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (આઇ.પી.એસ), અલ્ટ્રા વિઝન એકેડેમી, સંકલ્પ વિદ્યાલય, આર.પી.પી.ગર્લ્સ હાઇસ્કુલ, તિરુપતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટ, જે.એન.વી. વિદ્યાલય, વન વર્લ્ડ હાઇસ્કુલ, દયામયી માતા હાઇસ્કુલ, નીલકંઠ વિદ્યાલય રતનપર, દર્શન વિદ્યાલયના સેન્ટરમાં પર 11 થી 1 અને 3થી 6 કલાક દરમિયાન પરીક્ષા યોજાશે.
જ્યારે ગેરરિતી અટકાવવા માટે દરેક કેન્દ્રો પર 1 આયોગના પ્રતિનિધી, 1 તકેદારી અધિકારી, એક કેન્દ્ર દિઠ પાંચ થી છ ઝોનલ અધિકારી તથા કેન્દ્ર દિઠ એક સંચાલકની ટીમ તૈયાર કરવામાં આવશે. પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઈલેક્ટ્રોનિક ગેઝેટસ, કેલ્ક્યુલેટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા બાબતે પ્રતિબંધ જાહેર કરાયો છે.
પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પરીક્ષા સ્થળોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.