કાર્યવાહી:ચીકાસરમાં ખેતરમાં સંતાડેલ 384 વિદેશી દારૂની બોટલો ઝડપાઇ, રૂ.43,200ના મુદ્દામાલ સાથે ખેતર માલીક પકડાયો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દસાડા તાલુકાના ચીકાસર ગામે ખેતરમાં જારની આડમાં વિદેશી દારૂની બાતમી હોવાના આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં ખેતરનો માલીક વિદેશી દારૂની 384 બોટલ કિંમત રૂપિયા 43,200 સાથે પકડાયો હતો. આ બનાવમાં સંડોવાયેલ અન્ય એક આરોપી હાજર મળ્યો ન હતો. દસાડાના ચીકાસરથી સાવડા જવાના માર્ગે આવેલ ખેતરમાં વિદેશી દારૂ હોવાની બાતમી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને મળી હતી. આથી દસાડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એલસીબી ટીમે ચીકાસરના ખેતરમાં દરોડો કર્યો હતો. જેમાં જારના પાકની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 384 બોટલ મળી આવી હતી. પોલીસે ખેતર માલિક મુમાભાઇ પરમારની ધરપકડ કરી હતી. આ દારૂ ચીકાસરના જ યુનુશ પુંજાશા ફકીરે મૂકયો હોવાનું પણ ખૂલ્યુ હતુ. આથી બન્ને શખ્સો સામે દસાડા પોલીસ મથકે ગુનો નોંધી યુનુશ ફકીરને શોધવા પોલીસે તપાસ આરંભી છે.

ધ્રાંગધ્રાની સોલડીની સીમમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો
ધ્રાંગધ્રામાં બાતમીના આધારે સોલડી સીમ પાસે રેડ પાડી આરોપી ભરતભાઈ ભાલુભાઈ મેવાડાની જગ્યામાંથી દારૂની 1056 બોટલ, 504 બિયરના ટીમ મળી કુલ 3 લાખનો મુદ્દમાલ જપ્ત કરાયો હતો. તાલુકા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા દ્વારા ગુનો નોંધાવાતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...