સુરેન્દ્રનગર ઝાલાવાડ સૌરાષ્ટ્રનું પાણિયારું કહેવાય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લો ચોમાસામાં સૂકોભઠ્ઠ રહેતો હોય છે. જિલ્લામાં 15 જૂનથી 12 ઑગસ્ટ, 2021 સુધીના કુલ 59 દિવસમાંથી 38 દિવસ વરસાદનું ટીપું પણ નથી પડ્યું જ્યારે ગત વર્ષ 2020માં આ જ સમયગાળામાં 30 દિવસ વરસાદ નહોતો પડ્યો. એટલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ ન પડવાના 8 દિવસ વધ્યા છે. એ જ રીતે 12 ઑગસ્ટ સુધીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 35.74 ટકા વરસાદની ઘટ છે. ગત વર્ષે 61.14 ટકા વરસાદ પડ્યો હતો જ્યારે આ વર્ષે માત્ર 25.92 ટકા વરસાદ પડ્યો છે.
વરસાદ ખંેચાતાં ધ્રાંગધ્રા પંથકનાં 64 ગામનાં તળાવો સૂકાભઠ્ઠ
ધ્રાંગધ્રા પંથકમાં વરસાદ ખેંચાતા ધ્રાંગધ્રા સહિત ગ્રામ્ય વિસ્તારના 64 ગામના તળાવ ખાલી હોવાથી પાણીની વિકટ પરિસ્થિતિ જેવા મળી રહી છે. ચોમાસામાં અડધો સમય વહી ગયો છતા 4 ઈંચ જ વરસાદ પડ્યો છે. આથી વરસાદ ખેંચાતા પાકને નુકસાન સાથે ધાંગધ્રા વિસ્તારના પશુપાલોને પશુઓને પાણી પીવડાથી માડી ઘાસચારાની પણ સમસ્યા ઊભી થઈ છે.
જો નર્મદાના નીર મળે તો પશુઓને અને લોકોને પરિસ્થિતિમાં રાહત મળે તેમ છે. આ અંગે પશુપાલક હિતેશભાઈ ભરવાડે જણાવ્યું કે વરસાદ ખેચાતા વગડામાં તરવારનું નથી અને પશુઓના ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ઑગસ્ટના 12માંથી 10 દિવસ વરસાદ નહીં | ||
મહિનો | 2021 | 2020 |
જૂન | 16 દિવસમાંથી 8 દિવસ 0 વરસાદ | 16 દિવસમાંથી 13 દિવસ 0 વરસાદ |
જુલાઈ | 31 દિવસમાંથી 22 દિવસ 0 વરસાદ | 31 દિવસમાંથી 12 દિવસ 0 વરસાદ |
ઑગસ્ટ | 12 દિવસમાંથી 10 દિવસ 0 વરસાદ | 12 દિવસમાંથી 5 દિવસ 0 વરસાદ |
તાલુકાદીઠ સરેરાશ 2 વર્ષની વરસાદ ટકાવારી | |||
તાલુકો | 2020 | 2021 | તફાવત |
ચોટીલા | 74.55 | 28.47 | -40.08 |
ચુડા | 76.16 | 42.06 | -34.01 |
દસાડા | 40.39 | 17.66 | -22.73 |
ધ્રાંગધ્રા | 49.56 | 16.32 | -33.24 |
લખતર | 63.89 | 24.3 | -39.59 |
લીંબડી | 66.51 | 18.49 | -48-02 |
મુળી | 47.85 | 25.55 | -22.03 |
સાયલા | 62.84 | 31.41 | -31.43 |
થાનગઢ | 41.72 | 33.48 | -8.24 |
વઢવાણ | 80.43 | 18.89 | -61.54 |
કુલ | 61.14 | 25.92 | -35.74 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.