તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:1 5 હજારને બદલે રસીના 5 હજાર ડોઝ આવતાં 37 કેન્દ્ર બંધ કરાયાં

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરના રસીકરણના સરકારી કેન્દ્રો પર લોકોએ રસીનો લાભ લીધો હતો.  - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરના રસીકરણના સરકારી કેન્દ્રો પર લોકોએ રસીનો લાભ લીધો હતો. 
  • 21 જૂને જિલ્લામાં 70 કેન્દ્ર શરૂ કરાયાં હતાં

સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણના મહાઅભિયાન સાથે 70 જેટલા કેન્દ્ર પર રસી મૂકવાનું ચાલું કરાયું હતું. પરંતુ આ કેન્દ્રો હવે દિવસે દિવસે ઘટતા લોકોને રસી લીધા વિના જ પરત ફરવું પડતું હોવાનો ઘાટ સર્જાયો છે. જ્યારે કેન્દ્રો ઘટવાનું કારણ 15 હજારની સામે ઉપરથી જ 5000 રસી આવતી હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું હતું. સોમવારે 33 જેટલા કેન્દ્ર પર સવારના 9થી સાંજે 7 સુધીમાં 5734એ રસી મૂકાવી હતી. કોરોનાનો એકપણ કેસ જિલ્લામાં ન હોવાનું આરોગ્ય ચોપડે નોંધાયું ંહતુ.

ઝાલાવાડમાં રસી લેવાનો ઉત્સાહ જાગ્યો છે તેની સામે રસીની અછત તેમજ દિવસે દિવસે રસીકરણના કેન્દ્રો ઘટતા લોકોને રસી લીધા વિના જ પરત ફરવાનો ઘાટ સર્જાયો છે. દરરોજના 15000ને લક્ષ્યાંક સાથે રસીના સ્ટોક માટે પણ તંત્રને ફાંફા પડી રહ્યા છે.

જિલ્લામાં રસીકરણમાં કુલ 4,82,342 માં 3,90,212 પ્રથમ તેમજ 92,130 લોકોએ રસીનો બીડો ડોઝ લીધો હતો. જેમાં 18-44 વયના 1,81,558, 45-60ની ઉંમરના 1,69,343 તેમજ 60થી ઉપર વર્ષના 1,31,441 લોકોએ રસી લીધી હતી. તા. 21 જુનથી શરૂ થયેલા મહાઅભિયાન બાદ 37 કેન્દ્રો પર રસીકરણનું કાર્ય અટકી ગયુ હોવાનું બહાર આવ્યુ હતુ. જ્યારે તા. 28 જુનને સોમવારે એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર પ્રસાદે જણાવ્યું કે, હાલ 15,000 ડોઝની માંગ કરીએ છીએ. જેની સામે દરરોજ 5000 રસીનો સ્ટોક આવે છે. સ્ટોક હોય અને વેક્સિન પ્રમાણે કેન્દ્રો ફાળવવામાં આવે છે.

સોમવારે 5734 લોકોએ રસી લીધી

સમયપ્રથમબીજો18થી 4445થી 6060થી ઉપરકુલ
9504105
10176221254033198
11765110506233136875
1210451267342961411171
18791764933612011055
2582237371299149819
330521923721275524
443613332716082569
510299947334201
614379948642222
7742151321295
અન્ય સમાચારો પણ છે...