સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તાર પિયત વિસ્તાર હોવાથી ખેડૂતો દ્વારા શિયાળુ પાક ઘઉં, જીરા, રાયડો, ધાણા અને ઈસબગુલ સહિતનુ 35,000 હેકટરમાં ખેડૂતોએ વાવેતર કર્યુ છે. ખેડૂતોને સારા ઉતારાની આશા હતી, પણ હાલ ઝાકળના લીધે શિયાળો પાકમાં ઉતારો ઓછો આવવાનો ભય સતાવતા ખેડૂતો પરેશાન થઈ ગયા હતા.
અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ધ્રાંગધ્રા વિસ્તારના ખેડૂતો અધતન ખેતી દ્વારા વર્ષમાં ઉનાળુ' ચોમાસુ અને શિયાળો ત્રણ સિઝન લે છે. જ્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં શિયાળામાં ખેડૂતો દ્વારા ઘઉં, જીરા, રાયડો, ધાણા, ઈસબગુલ, સહિત 35,000 જેટલા હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતુ. જ્યારે ખેડૂતોને શિયાળુ પાકમાં ઉતારો સારો આવવાની આશા હતી. પરંતુ પાક નિકળવાની તૈયારી છે, ત્યારે ઠંડી સાથે ઝાકળ પડતા પાકને નુકશાન થવાના ભય સાથે ઉતારો ઓછો આવવાની દહેશત સતાવતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બનતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે.
આ અંગે ખેડૂતો આનંદભાઈ અને હકાભાઇ દલવાડીએ જણાવ્યું કે, શિયાળામાં ઝાકળને લઈને દાણો કાચો સુકાઈ જતા ઉતારો ઓછો આવે. જેમાં સામાન્ય રીતે ઘઉં 1 વિઘે 25થી 30 મણ ઉતારો આવે છે. ત્યારે આ વખતે 15થી 20 મણનો ઉતારો આવશે. આમ ઝાકળને લઈને આ વખતે જીરામાં ઉતારો ઓછો આવશે. આ અંગે કૃષિ નિષ્ણાંત ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું કે, ઝાકળને લઈને પાકને નુકશાન થાય છે. ત્યારે સલ્ફર અને માઈકોઝેમ પાવડરનો છંટકાવ કરવો જોઈએ જેથી નુકશાન થતુ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.