તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર યથાવત:વઢવાણ સંક્રમિત 12 દિવસમાં 326 કેસ, ગ્રામ્યમાં રોગચાળો વકર્યો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની મોટાભાગની દુકાનો બંધ કરાવવા છતાં જીવનજરૂરી વસ્તુની ખરીદી માટે લોકોની ભીડ જ જામતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી જતા હોય છે. - Divya Bhaskar
જિલ્લાની મોટાભાગની દુકાનો બંધ કરાવવા છતાં જીવનજરૂરી વસ્તુની ખરીદી માટે લોકોની ભીડ જ જામતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી જતા હોય છે.
  • વધુ 99 પોઝિટિવ કેસ, 3 લોકોનાં મોત
  • વઢવાણ તાલુકામાં 12 દિવસમાં ગ્રામ્યમાં 291 કેસ, જ્યારે શહેરમાં માત્ર 35 કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં કેસ સાથે કોરનાના કારણે મોતની સંખ્યા વધી રહી છે ત્યારે વઢવાણ તાલુકાનો ગ્રામ્ય પંથક દિવસે ને દિવસે હોસ્ટપોટ બની રહ્યો છે. છેલ્લા 12 દિવસોમાં કોરોનાના કારણે 326 લોકો પોઝિટિવ આવ્યા હતા. જેમાં સૌથી વધુ ગ્રામ્યમાં 291 કેસ અને માત્ર 35 કેસોશહેરમાં નોંધાયા હતા. બુધવારે જિલ્લામાં 99 પોઝિટિવ કેસ અને 3 લોકોના મોત તેમજ 103 લોકોને રજા આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે ચોટીલામાં 8, ચૂડામાં-3, ધ્રાંગધ્રામાં-20, લખતરમાં-12, લીંબડીમાં-15, મૂળીમાં-1, પાટડીમાં-3, સાયલામાં-1, થાનગઢમાં 5 તેમજ સૌથી વધારે વઢવાણ તાલુકામાં 31 પોઝિટિવ કેસો સરકારી ચોપડે નોંધાયા હતા.

ઝાલાવાડમાં કોરોનાની બીજી લહેરે શહેરી સાથે સાથે 10 તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ભરડો લીધો છે. જિલ્લાના તાલુકા મથકોના ગામડાઓમાં પણ કેસ સાથે મોતની સંખ્યા વધી રહી છે. ત્યારે જિલ્લાના 10 તાલુકાઓમાંથી હાલ વઢવાણ તાલુકો હોસ્ટપોટ બનતો જઇ રહ્યો છે. જિલ્લામાં તા. 12મેને બુધવારે 99 કેસો પોઝિટિવ તેમજ 3 લોકોના મોત થયા હતા. જ્યારે 103 લોકો સાજા થતા રજા આપવામાં આવી હતી.

જિલ્લામાં હાલ કુલ પોઝિટિવ કેસ 6858 તેમજ મૃત્યુઆંક 443 પર પહોંચી ગયો છે. જિલ્લામાં છેલ્લા 12 દિવસમાં જ 1178 કેસો તેમજ 71 લોકોના મોત થયા છે. છેલ્લા 12 દિવસ દરમિયાન વઢવાણ તાલુકામાં કુલ 326 કેસ સરકારી ચોપડે નોંધાઇ ચૂકયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ એટલે 291, શહેરી વિસ્તારોમાં 35 કેસ ધ્યાને આવ્યા હતા.

સરકારી ચોપડે વઢવાણ પંથકમાં 42 લોકોના મોત થયાનું નોંધાયું હતું. આ અંગે આરોગ્ય તંત્રે જણાવ્યું કે, વઢવાણ પંથકમાં અગાઉ 80થી 100 કેસ નોંધાતા હતા. પરંતુ હાલ આ કેસોમાં ત્રણ ગણો ઘટાડો નોંધાયો છે. હાલ આ પંથકમાં આરોગ્ય કર્મીઓ સહિત 150 લોકોની ટીમ ટેસ્ટિંગ સાથેની કામગીરી કરી રહી છે. કોઠારિયા ગામના કાનજીભાઈ રાજપૂતે જણાવ્યું કે, ગામડાઓમાં સરપંચોએ જાગૃતતા દાખવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ માસ્કનું વિતરણ કરીને લોકોને સચેત બનાવવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...