કોરોનાની વેક્સિન અપડેટ:ઝાલાવાડમાં કોરોના વેક્સિનના ડોર-ટુ-ડોર સરવે માટે 3074 ટીમ તૈયાર

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌપ્રથમ 6748 હેલ્થ વર્કરને રસી અપાશે : યાદી તૈયાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની વેકસીન આપવા માટેનો ધમધમાટ હાથ ધરાયો છે. કોરોનાની વેકસીનનું સંશોધન અંતીમ તબક્કામાં છે. ટૂંક સમયમાં રસીકરણ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે રાજય સરકારના આદેશ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વેકસીન આપવાની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. કોરોના વેકસીન સૌ પ્રથમ હેલ્થ વર્કરોને અપાશે. જેના માટે 6748 હેલ્થ વર્કરોની યાદી તૈયાર થઇ ગઇ છે. જયારે સરકારી કર્મચારીઓની યાદી પણ બનાવવાની પ્રક્રીયા ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી સમયે જે મતદાન મથકોની રચના કરાઇ છે. તે મુજબ બુથવાઇઝ ડોર-ટુ-ડોર સર્વેનું આયોજન કરાયુછે. જિલ્લાના 1537 મતદાન મથકો દીઠ 3074 ટીમ બનાવીને ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરાયો છે.

શુક્રવારે જિલ્લામાં નવા 9 કેસ નોંધાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 9 કેસ ધ્યાને આવ્યા છે. જેમાં લખતરમાં 5 કેસ નોંધાયા છે. લખતર શહેરના 34 વર્ષીય મહિલા, 65 વર્ષીય મહિલા, 53 વર્ષીય પુરુષ, 43 વર્ષીય પુરુષ તથા નાના અંકેવાળિયા ગામે 60 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે. લીંબડીમાં 2, પાટડીમાં 1 અને સાયલામાં પણ 1 કોરોનાનો કેસ ધ્યાને આવ્યો છે. 9 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 3192 પર પહોંચ્યુ છે. જિલ્લામાં વધુ 83 દર્દીઓ કોરોનામુકત થયા. શુક્રવારે જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...