વિવિધ રોગોએ માથુ ઉચક્યુ:શરદી-ઉધરસ-તાવની સપ્તાહમાં 3000 ઓપીડી

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 1 ઝેરી મલેરિયા, 2 ડેન્ગ્યૂના કેસ નોંધાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ભર ઉનાળે લોકોને ડબલઋતુનો સામનો કરવા પડી રહ્યો છે. જેમાં વિવિધ રોગોએ માથુ ઉચક્યુ છે. છેલ્લા એક સપ્તાહમાં સરકારી -ખાનગી સહિતના દવાખાનાઓમાં 31000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં તાવ, શરદી, ઉધરસ સહિતના રોગમાં લોકો સપડાયા હતા. બીજી તરફ છેલ્લાં 2 માસમાં મૂળીમાં 1, લીંબડીમાં- એમ કુલ 2 ડેન્ગ્યુના કેસ ધ્યાને આવ્યા હતા.

ભર ઉનાળે સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલઋતુ જેવા માહોલ સાથે વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. પરિણામે જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં શરદી,ઉધરસ, તાવ સહિતની સારવાર માટે માર્ચ તા. 5 થી 11 દરમિયાન કુલ 31,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં 78 તાવ, શરદીના કેસ તેમજ ઝાડા ઉલટી અને પેટના દુ:ખાવાના 36 કેસ નોંધાયા હતા. આમ જિલ્લાના શહેરી તેમજ તાલુક મથકો પર કુલ 28000 ઓપીડીની સામે 3000થી ઓપીડીનો વધારો નોંધાયો હતો.

હજુ પણ ઉનાળાના સમયે રોગચાળાના ઝપટમાં લોકો આવતા સારવાર લેવાનો ઘાટ સર્જાયો છે. જેના કારણે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. જ્યારે જાન્યુ-ફેબ્રુ-2023 દરમિયાન 2 ડેન્ગ્યૂના કેસ નોંધાયા હતા.

જાન્યુઆરીમાં 1.15 લાખ, ફેબ્રુઆરીમાં 1.20 લાખ ઓપીડી
સરકારી તેમજ સીયુ શાહ, સી.જે. સહિતની હોસ્પિટલ સાથે જિલ્લામાં જાન્યુઆરીમાં 1,15,000ની ઓપીડી નોંધાઇ હતી. જેમાં તાવ શરદી ઉધરસના 735, ઝાડાઉલટી-પેટના દુ:ખાવાના 126 કેસો નોંધાયા હતા. જ્યારે ફેબ્રુઆરીમાં કુલ 1,20,000ની ઓપીડી નોંધાતા શરદી, તાવ, ઉધરસના 821, ઝાડાઉલટી-પેટના દુ:ખાવાના 147 કેસો નોંધાયા હતા.

આ લક્ષણો દેખાય તો તુરંત જ ટેસ્ટ કરાવો
બે-ત્રણ દિવસ સુધી તાવ, શરીરમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, ગળામાં બળતરા, બે અઠવાડીયાથુ વધુ ઉધરસ, ચક્કર આવવા, પેશાબમાં તકલીફ, છાતી કે પેટમાં સતત દુ:ખાવો, નબળાઇ લાગવી, શ્વાસ લેવામાં તકલીફ.

અન્ય સમાચારો પણ છે...