તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ વધ્યું:મોરબીમાં 300 બેડનું કોવિડ હેલ્થ કેર સેન્ટર પુનઃકાર્યરત થશે, છતાં કલેક્ટરનો સબ સલામતનો દાવો

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરબી જિલ્લા કલેક્ટર - Divya Bhaskar
મોરબી જિલ્લા કલેક્ટર
 • મોરબીની પટેલ બોર્ડિંગમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવાર શરૂ થશે
 • જિલ્લા કલેકટરે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ વિગતો જાહેર કરી

મોરબી જિલ્લા-શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. મોરબીના વિવિધ વેપારી સંગઠનો અને ગ્રામપંચાયતો પણ કોરોના સામેની આ લડાઈમાં પોતપોતાની રીતે બંધ પાળી ભૂમિકા ભજવવા આગળ આવ્યા છે. ત્યારે મોરબી પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં કોવિડ હેલ્થ કેર સેન્ટર પુનઃશરૂ કરવાની હિલચાલ શરૂ થઈ છે.

ગત વર્ષે એપ્રિલ મહિના બાદ શરૂ થયેલી કોરોનાની પ્રથમ લહેર બાદ મોરબીના પાટીદાર સમાજ દ્વારા જોધપર (નદી) નજીક આવેલી પાટીદાર સમાજની બોર્ડિંગ ખાતે કોવિડ હેલ્થ કેર સેન્ટર શરૂ કરાયું હતું. જ્યાં સમાજના લોકોને કોરોનાની સારવાર ઉપલબદ્ધ બનાવાઈ હતી. હવે જયારે કોરોનાની બીજી અને વધુ ખતરનાક લહેર શરૂ થઇ છે. ત્યારે પાટીદાર સમાજ દ્વારા તમામ લોકો માટે જિલ્લા કલેકટર પાસે 300 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો આગળ જતા વધુ બેડની આવશ્યકતા ઉભી થશે તો એ માટે પણ સમાજની તૈયારી હોવાનું જાણવા મળે છે. આજે શનિવારે સાંજે જિલ્લા કલેકટર દ્વારા સંબોધિત કરવામાં આવેલી પ્રેસ કોન્ફ્રાન્સમાં ઉપરોક્ત સ્થળે હોસ્પિટલ શરૂ કરવાની વાતને સમર્થન આપવામાં આવ્યું હતું.

કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે મોરબી જિલ્લામાં સબ સલામતનો જીલ્લા કલેકટરનો દાવો મોરબી જિલ્લામાં છેલ્લા દશ-પંદર દિવસમાં કોરોના પુર ઝડપે ફેલાઈ રહ્યો છે અને આ ગંભીર સ્થિતિની સમીક્ષા માટે ખુદ જિલ્લાના પ્રભારી સચિવ મોરબી દોડી આવ્યા છે. ત્યારે આજે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને કોરોનાના દર્દીઓ માટે 500 બેડની સુવિધા તાકીદે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવી સબ સલામતનો દાવો કર્યો હતો. કોરોનાની સ્ફોટક સ્થિતિમાં પણ હળવદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં ન આવતા હોવા છતાં હળવદમાં 30 બેડની સુવિધા હોવાનું જણાવાયું હતું. અને લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ભાર પૂર્વક અપીલ પણ કરી હતી.

મોરબીમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે આજે જિલ્લા કલેકટર જે.બી.પટેલે પત્રકાર પરિષદ યોજી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને જિલ્લાનું તંત્ર સજ્જ હોવાનો દાવો કર્યો હતો. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી દરરોજ 1500 જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે. અને ટેસ્ટ કીટની અછત વચ્ચે સાંજ સુધીમાં આરટીપીસીઆરની 6000 કીટ અને 3000 રેપિડ કીટ તેમજ 10 હજાર ફેબી ફલૂનો જથ્થો આવી જશે. આ ઉપરાંત મોરબી સિવિલમાં હાલમાં 60 રેમડીસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ છે અને સાંજ સુધીમાં વધુ 500 ઇન્જેક્શન આવી જશે તેમ ઉમેર્યું હતું.

જિલ્લા કલેકટરે વર્તમાન કોરોનાની સ્થિતિ અંગે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં જિલ્લામાં મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેર અને હળવદ હોસ્પિટલ તેમજ બે ખાનગી હોસ્પિટલ મળી કુલ 195 બેડની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં 107 બેડ ખાલી છે. આગામી દિવસોમાં હજુ પણ ખાનગી હોસ્પિટમાં કોરોના સારવાર ઉપલબ્ધ કરશે તેમ જણાવી જોધપર નદી ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા 300 બેડના કોવિડ કેર સેન્ટરને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. તથા ઘુંટુ સ્થિત કોવિડ કેર સેન્ટરમાં પણ 50 બેડ વધારી શકાય તેમ હોવાનું ઉમેરી જિલ્લાની કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આવેલા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા સાથે અઢીથી ત્રણ કલાક બેઠક યોજી હોવાનું અને જિલ્લાની કામગીરીથી તેઓ સંતુષ્ઠ હોવાનું જણાવ્યું હતું.

મોરબી જિલ્લા કલેકટરે લોકોને એન્ટિજન ટેસ્ટ કરાવવાને બદલે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ઉપર ભાર મુક્યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા પણ હાજર રહ્યા હતા. અને લોકોને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી સંક્રમણ અટકાવવા ભાર પૂર્વક જણાવી ચા-પાનના લારી ગલ્લે ભીડ જમાવતા લોકો તેમજ કામ વગર આંટાફેરા કરતા લોકોને પણ સંયમ રાખી નિયમ પાલન કરવા અનુરોધ કરી આજે માસ્ક વિતરણ કર્યા બાદ હવે દંડની પણ વસુલાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો