તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:સુરેન્દ્રનગરમાં અંદાજે 5 વર્ષથી 30 બેરીકેડ અને 4 છત્રી જર્જરિત

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ 100 જેટલા ફાઇબરના બેરીકેટ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં દાતા દ્વારા ટ્રાફિક નિયમનના સાધનો ફાળવવામાં આવ્યા હતા. પંરતુ આ સાધનો છેલ્લા પાંચ વર્ષથી જર્જિરત સાથે ખરાબ હાલતમાં થઇ ગયા છે. જેના કારણે બિનઉપયોગ સાથે જે છત્રીઓ છે તેમાં પણ ટ્રાફિક કર્મીઓ ઉભા ન રહી શકે તેવો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર, ‌વઢવાણ સહિતના માર્ગો પર તેમજ 30 જેટલા બેરીકેટ અને ગેબનાશીપીર સર્કલ, ઉપાસના સર્કલ, આંબેડરચોક, હેન્ડલૂમચોક, ટીબી હોસ્પિટલ સર્કલ સહિતના સ્થળોએ પણ 4 થી વધુ છત્રીઓ ટ્રાફિક નિયમો માટે મૂકવામાં આવી હતી.

બીજી તરફ શહેરની ટ્રાફિક કચેરીમાં એક પીએસઆઈ, બે ડ્રાઇવર સહિત 21 કર્મીઓ તેમજ શહેરના જુદા જુદા પોલીસ મથકોના 40 જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનો ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે હાલ સાધનો બિસ્માર હાલતમાં હોવાથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ 100 જેટલા ફાઇબરના બેરીકેટ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ છે.

જ્યારે મોટા શહેરો જેવી સર્કલની સુરેન્દ્રનગર શહેરમાં વ્યવસ્થા ન હોવાથી છત્રીઓ રાખવી તે પણ તંત્ર માટે સવાલ ખડો થયો છે. આ ઉપરાંત 8 નવેમ્બર-2017માં 15 જેટલા ટ્રાફિક નિયમનના સૂચનો સાથેના બોર્ડ શહેરના માર્ગો પર લગાવવામાં આવ્યા તે પણ હાલમાં જોવા મળતા નથી.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ મે માસમાં 12.31 લાખ દંડ વસૂલાયો
સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા સ્થળોએ પીએસઆઈ સી.એ.એરવાડીયા સહિતની ટીમ દ્વારા દંડની કાર્યવાહી કરાતા 2021ના મે માસમાં રૂ. 12,31,100 દંડ વસૂલાયો હતો. જેમાં નિયમોનો ભંગ કરતા 1352 લોકો પાસેથી રૂ. 4,42,200, 124 વાહનો ડિટેઇન કરીને રૂ. 2,52,700, કોરોના કાળમાં 528 લોકો માસ્ક ન પહેરતા રૂ. 5,28,000, તમાકુના 17 લોકો સામે કેસ થતા રૂ. 1700, ટ્રાફિક અડચણરૂપ લારી-ગલ્લાના 65 કેસમાં રૂ. 6,500 નો દંડ વસૂલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...