અકસ્માત:મોરબીના માળિયા-હળવદ હાઈવે પર બંધ ટ્રક પાછળ STની વોલ્વો બસ ઘૂસી જતા 3 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના માળિયા-હળવદ હાઈવે પર બંધ ટ્રક પાછળ STની વોલ્વો બસ ઘૂસી જતા 3 મુસાફરો ઈજાગ્રસ્ત થયા - Divya Bhaskar
મોરબીના માળિયા-હળવદ હાઈવે પર બંધ ટ્રક પાછળ STની વોલ્વો બસ ઘૂસી જતા 3 મુસાફરો ઈજાગ્રસ્ત થયા
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા

મોરબી જીલ્લાના માળિયા- હળવદ હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક મોડીરાત્રે ટ્રક પાછળ ધડાકાભેર એસટી ઘુસી જતા ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે 108ના વિજયભાઈ દુધરેજીયા અને પાઈલોટ ડાભી તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા.

માળીયા હળવદ હાઈવે પર ભીમસર ચોકડી પાસે બંધ ટ્રક પાછળ એસટી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનુ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત મુજબ માળીયા હળવદ હાઈવે ઉપર આવેલ મોરબી કચ્છ તરફ જતા રોડ પર ભીમસર ચોકડી પાસે મોડીરાત્રીના 12.30 વાગ્યાના સુમારે કચ્છ તરફ જતી એસટી વોલ્વો બસને અકસ્માત નડ્યો હતો. જેમા હાઈવે ઉપર બંધ હાલતમાં ઉભેલા ટ્રક પાછળ એસટી બસ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ત્રણ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોચી હતી. ઘટનાની જાણ થતા જેતપર 108 ટીમના ઈએમટી વિજયભાઈ દુધરેજીયા અને પાઈલોટ ચિરાગભાઈ ડાભી ઘટનાસ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્ત લોકોને ચાલુ વરસાદે પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હોવાનુ જાણવા મળ્યું છે.

જેમા અજયસિંહ રાવત હરેશભાઈ ચૌધરી અને ચિરંજીવીભાઈને નાની મોટી ઈજા પહોચી હોવાનુ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તહેવાર ટાણે જ અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...