તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયાનક અકસ્માત:રાધનપુર હાઇવે પર ટ્રક સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ, મોરબીના એક જ પરિવારના 3 સભ્યે જીવ ગુમાવ્યો

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યે જીવ ગુમાવ્યો. - Divya Bhaskar
ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યે જીવ ગુમાવ્યો.
 • મોરબી કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટા ભાઈ સહિત ત્રણ સભ્યનાં મોત

સામખિયારી-રાધનપુર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યનાં મોત નીપજ્યાં હતાં. માહિતી પ્રમાણે, મોરબીના કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટા ભાઈ સહિત ત્રણ સભ્યનાં મોત નીપજ્યાં છે. મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યનાં મોતથી મહેશ્વરી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

અકસ્માતથી કારનો કચ્ચરઘાણ વળી ગયો.
અકસ્માતથી કારનો કચ્ચરઘાણ વળી ગયો.

ઊભી રહેલી ટ્રક સાથે કાર અથડાઈ
અકસ્માત અંગે આડેસર પોલીસ મથકથી મળતી વિગતો મુજબ, આજે વહેલી સવારે ગાગોદર-ધાણીથર હાઇવે રોડ પર ઊભી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં મોરબીમાં રહેતા પરિવારના ત્રણ સભ્યનાં મોત નીપજ્યાં હતા. સ્વિફટ કાર નંબર જીજે12 એ.કે. 1763માં સવાર મોરબી કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટા ભાઈ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને જયંતીભાઈ મોતીરામ મહેશ્વરી (મહેશ્વરી મેડિ. & જનરલ સ્ટોર્સ) તેમજ તેમનાં ધર્મપત્ની રેખાબેન જયંતીભાઈ મહેશ્વરીનું દુર્ઘટનામાં મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઊભી રહેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી.
ઊભી રહેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી.

અકસ્માતમાં બે ભાઈનાં મોત
જયંતીલાલ મોતીરામ મહેશ્વરી કેલા (ઉં. વ. 59), લજપતરાય મોતીરામ મહેશ્વરી કેલા (ઉં. વ. 65) તેમજ રેખાબેન મહેશ્વરી કેલાને ગંભીર હાલતમાં લાકડિયા ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં એકસાથે ત્રણ વ્યક્તિનાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમા બે ભાઈ અને ભાભીનાં મોત થતાં મહેશ્વરી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વધુ તપાસ આડેસર પોલીસ સબ-ઇન્સ્પેકટર વાય. કે. ગોહિલે હાથ ધરી છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માત આજે વહેલી સવારે સર્જાયો હતો, જેમાં મહેશ્વરી પરિવારની કારનો ખુરદો બોલી ગયો હતો અને કારમાં સવાર મોરબીના મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યનાં કરુણ મૃત્યુ નીપજતાં મોરબીના મહેશ્વરી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો