તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઇરાની ગેંગના 3 શખસને રાજકોટ પોલીસને સોંપ્યા, એકની સિટી પોલીસ તપાસ કરશે

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરમાં મહિલાના પૈસા સેરવી લીધા હતા તેની તપાસ માટે ધરપકડ કરી

રાજકોટ અને જામનગરમાં ગુનાને અંજામ આપીને ભાગેલા ઇરાની ગેંગના ચાર શખ્સોને સુરેન્દ્રનગર પોલીસે રૂ.24.35 લાખના સોનાની 5 બિસ્ટકીટ સાથે પકડી લીધા હતા. આ ગેંગના ત્રણ આરોપીઓએ રાજકોટમાં પણ ગુના કર્યા હોવાની તેમને રાજકોટ પોલીસને સોપવામાં આવ્યા છે. જયારે સુરેન્દ્રનગરમાં પણ પૈસા સેરવાનાર એક આરોપીની સિટી પોલીસે ધરપકડ કરી હતી.

રાજકોટમાં પોલીસની ઓળખ આપીને રૂ.24.35 લાખના સોનાના 5 બિસ્કીટ સાથે ભાગેલા ઇરાની ગેંગના શાહજોર સજાદહુશેન, લાલાભાઇ શેખ, યુસુફઅલી શેખ, મોસીનઅલી જાફર આરોપીઓને સિટી પોલીસના ડિ સ્ટાફે પકડી લીધા હતા.આંતર રાજય ગેંગે બોરોડા, વાપી, અંકલેશ્વ સહિત સમગ્ર રાજયમાં ચોરી અને હાથ ચાલાકીથી લોકોના કિંમતી સામન સેરવી લીધા હોવાની કબૂલાત કરી હતી.

પકડાયેલા આરોપીઓ પૈકી યુસુફ નામના શખ્સે સુરેન્દ્રનગરમાં મહિલાના રૂપીયા સેરવી લીધા હોય સિટી પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવીને ધરપકડ કરી છે. આ જ શખ્સે લીંબડીમાં પણ હાથ અજમાવ્યો હોવાની કબુલાત કરી છે.આરોપીઓએ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ લોકોને ચૂનો લગાવ્યો હવાનું પોલીસનું માનવુ છે. જેના આધારે પોલીસ આરોપીની આગવી ઢબે પુછપરછ કરશે.

અન્ય સમાચારો પણ છે...