ચોમાસુ:સાયલામાં ભાદરવો ભરપૂર 1 કલાકમાં જ 3 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગર, વઢવાણમાં વરસાદી ઝાપટાં, ઠંડક પ્રસરી

સુરેન્દ્રનગર, સાયલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મગફળી અને કપાસના ફાલને નુકશાન થતા ચિંતા વધી

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા મહિનામાં વરસાદ પણ ભરપુર વરસી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી રોજ મોડી સાંજે વરસાદનું આગમન થઇ જાય છે. ત્યારે મંગળવારે રાત્રે સાયલામાં 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ભરાતા લોકોનો રાતજગો થયો હતો. જયારે બુધવારે સાંજે સુરેન્દ્રનગર અને વઢવાણમાં ઝાપટા પડતા ઠંડક પ્રસરી ગઇ હતી. સાયલા શહેરમાં મંગળવારે રાત્રીના સમયે પલટાયેલા હવામાને ગાજવીજ સાથે સાંભેલાની ધારે વરસાદ શરૂ થયો હતો. ભાદરવા મહિનામાં અંદાજીત 60 મિનીટમાં 3 ઇંચ વરસાદ ખાબકયો હતો. જેના કારણે સિઝનનો વરસાદ 31 ઇંચથી વધુ થયો છે.

વરસાદથી મગફળી અને કપાસના ફાલને નુકશાન થતાખેડુતોના જીવ તાળવે આવ્યા હતા. વરસાદના જોરના કારણે નેશનલ હાઇવે સહિતના અનેક રસ્તાઓના વાહન વ્યવહાર બંધ થયા હતા અને હાઇવે ઉપર ટ્રક, ડમ્પર અને નાના વાહન ચાલકોએ સાઇડમાં વાહન મુકી દીધા હતા. જયારે શહેરના જીનપરા, હોળીધાર, કરશનપરા સહિતના અનેક નિચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ભરાતા લોકોનો ઘરમાંથી પાણી બહાર કાઢતા જોવા મળયા હતા. શહેરનું સૌથી મોટુ માનસરોવર તળાવ બે ભાગમાં વહેચાયેલું છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ બુધવારે સાંજે અચાનક વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડયા હતા. વરસાદથી ઠંડક પ્રસરી જતા દિવસ ભર બફારાથી શેકાતા લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...