ચૂંટણી:વઢવાણમાં 3 પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર આગેવાન ભાજપમાં જોડાયા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના વર્તમાન સદસ્યો પણ હાજર રહ્યા

વઢવાણ વિધાનસભામાં ભાજપ કોંગ્રેસની સાથે આપના કાર્યકરો પણ ચૂંટણી પ્રચારના કામમાં લાગી ગયા છે. ત્યારે ભાજપ પોતાના પક્ષને મજબૂત કરવા માટે એક પછી એક નેતાને ભાજપમાં જોડી રહ્યું છે ત્યારે વઢવાણ પાલિકાના 3 પૂર્વ કોર્પોરેટ અને કોંગ્રેસનું મોટું માથું કહી શકાય તેવા પાટીદાર આગેવાન ભાજપમાં જોડાયા હતા.

વઢવાણ ખારવાની પોળ ખાતે રાત્રીના સમયે રાખવામાં આવેલા કાર્યક્રમમાં પાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર અને પોતાના વિસ્તારમાં આજે પણ સારી નામના ધરાવતા રાયસંગભાઇ ડોડીયા, વિક્રમસિંહ જાદવ અને ધર્મેન્દ્રસિંહ પરમાર આ 3 સદસ્ય ભાજપમાં જોડાયા હતા.

વઢવાણ વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઇ દલવાડીએ તેમને ખેસ પહેરાવ્યા હતા. તે સમયે હિમાંશુભાઇ વ્યાસ, ચેરમેન બહાદુરસિંહ સોલંકી, હિતેશ્વરસિંહ મોરી, જગદીશભાઇ પરમાર, હંસાબેન હરીલાલ સોલંકી સહિતનાઓ ઉપસ્થીત રહયા હતા.

જ્યારે બીજી બાજુ કોંગ્રેસમાંથી ગત વિધાનસભા લડી ચૂકેલા અને પાટીદાર અને ખેડૂત આગેવાન એવા મોહનભાઇ પટેલે અપક્ષ ઉમેદવારી પરત ખેંચી હતી. તેઓ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. આજે મોદી સાથે પણ તેમની મુલાકાત કરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...