તપાસ:રોયલ્ટી પાસ વગર ઓવરલોડ દોડતા 3 ડમ્પરો ડિટેઇન કરાયા, રાજકોટ હાઇવે પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરીની બુમરાડો વધી રહી છે. ત્યારે શુક્રવારે વઢવાણ મામલતદારની ટીમે રાજકોટ હાઇવે પર ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ દોડતા 3 ડમ્પરો કિંમત રૂપિયા 20 લાખથી વધુના ડિટેઇન કરાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં મળી આવતા ખનીજની બેફામ ચોરી થઇ રહી છે. ત્યારે વઢવાણ મામલતદાર જી.ડી.બરોલીયા સહિતનાઓએ શુક્રવારે રાજકોટ હાઇવે પર આકસ્મીક ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં રસ્તા પરથી પસાર થતા રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ દોડતા 3 ડમ્પરો કિંમત રૂપિયા 20.75 લાખના ઝડપી લેવાયા છે. આ ડમ્પરોમાંથી એકમાં કપચીનો રેપો તથા બેમાં માટી ભરેલી હોવાનું બહાર આવ્યુ છે. હાલ આ ડમ્પરો ઝડપી લઇને તેની જોરાવરનગર પોલીસ મથકમાં નોંધ કરીને ડમ્પરો ખાણ ખનીજ વિભાગના હવાલે કરાયા છે. જેમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ડમ્પરોના માલીકને દંડનીય કાર્યવાહી કરાશે. રાજકોટ હાઇવે પર મામલતદારની ટીમના ચેકિંગથી ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...