તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોનાથી 3નાં મોત નવા 7 કેસ ને 13 કોરોનામુક્ત

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં નવેમ્બર માસના 13 દિવસમાં જ 12 મોત કોરોનાથી થયા છે. શુક્રવારે 3 મોત સાથે કોરોનાથી મોતનો આંક 150ને પાર થઇ 151 થયો છે. જયારે કોરોનાના નવા કેસ 7 નોંધાયા છે. અને 13 દર્દીઓ કોરોનામુકત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારોના દિવસોમાં કોરોનાથી વધતા મોત ચિંતાનો વિષય બની ગયો છે. નવેમ્બર માસના 13 દિવસમાં જ કોરોનાથી 12 વ્યકિતઓના મોત થયા છે. આમ, સરેરાશ દરરોજ એક મોત કોરોનાને લીધે થાય છે. શુક્રવારે કોરોનાથી 3 મોત થયા છે. જેમાં ધ્રાંગધ્રાની 78 વર્ષીય વૃધ્ધા, 75 વર્ષીય વૃધ્ધા અને લીંબડીની 65 વર્ષીય વૃધ્ધાનું કોરોનાથી મોત થયુ છે. શુક્રવારના 3 મોત સાથે જિલ્લામાં કોરોનાથી મૃત્યુ આંક 150ને પાર થઇ 151 થયો છે. જયારે ગુરૂવારે ડબલ ડીજીટમાં આવેલો કોરોનાનો આંક શુક્રવારે સીંગલ ડીજીટમાં નોંધાયો છે. શુક્રવારે જિલ્લાના વધુ 7 વ્યકિતઓ કોરોના સંક્રમીત થયા છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણમાં 5 તથા લખતરમાં 2 કેસ નોંધાયા છે. 7 નવા કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 2719 પર પહોંચ્યુ છે. બીજી તરફ શુક્રવારે 13 દર્દીઓ કોરોના મુકત થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો