કોરોનાગ્રસ્ત:જિલ્લામાં 4 દિવસ બાદ સોમવારે કોરોનાના 3 કેસ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણમાં ડોક્ટર, યુવાન અને થાનમાં વૃદ્ધ કોરોનાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં 4 દિવસ બાદ ફરી કોરોનાએ દેખા દેતા સોમવારે એક જ દિવસમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી. જેમાં વઢવાણમાં એક ડોક્ટર અને યુવાન તેમજ થાનના વૃદ્ધ કોરોનાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરાના ભણકારા સાથે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ત્યારે તા. 11 નવેમ્બરે ધ્રાંગધ્રાની એક વૃદ્ધાને કોરોના પોઝિટીવ કેસ આવ્યો હતો. જેના બીજા જ દિવસે એટલે તા. 12 નવેમ્બરે વૃદ્ધાના પતિ પણ કોરોના પોઝિટીવ બન્યા હતા. ત્યારબાદ તા. 12 નવેમ્બરથી લઇને અંદાજે 18 દિવસો સુધી એકપણ કોરોના કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ફરી પાછો તા. 5 ડિસેમ્બરના રોજ લીંબડીમાં કોરોના પોઝિટીવ કેસ આવ્યો હતો.

અને તા. 20 ડિસેમ્બરે સુરેન્દ્રનગરમાં પુરૂષ તેમજ તા. 30 ડિસેમ્બરે વઢવાણમાં મહિલા કોરોના પોઝિટીવ આવ્યા હતા. ત્યારે તા. 3 જાન્યુઆરી-2022ને સોમવારે જિલ્લામાં એક સાથે 3 લોકો કોરોગ્રસ્ત બન્યા હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં વઢવાણના એક ડોકટર તેમજ એક યુવાન કોરોના સંક્રમિત બન્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના 70 વર્ષના વૃદ્ધ પણ કોરોનામાં સપડાયા હતા. આમ 4 દિવસના ટૂંકા ગાળામાં જ એક સાથે જિલ્લામાં કોરોના 3 પોઝિટીવ કેસ ધ્યાને આવતા હાલ તો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના પાલન સાથે લોકો માટે કેસો લાલબત્તી સમાન બની રહ્યા છે.

24.47 લાખનું રસીકરણ
જિલ્લામાં 3 જાન્યુઆરીએ 68 કેન્દ્ર કાર્યરત કરાયા હતા. આ દિવસે 22255 પ્રથમ અને 2140 બીજા ડોઝ સાથે 24395 લોકોએ રસીનો લાભ લીધો હતો. જિલ્લામાં 13,02,118 પુરૂષો, 11,45,216 મહિલાઓ સહિત કુલ 23,47,722નું રસીકરણ થયું હતું. 15-17ની ઉંમરના 18,085, 18થી44 વયના 15,11,688, 45-60ની ઉંમરના 5,81,588 અને 60થી ઉપરની વયના લોકોનો આંક 3,36,361 પર રહ્યો હતો. કોવિશિલ્ડની 21,60,540, કોવેક્સિનની 2,87,182 રસી સાથે 12,36,397 પ્રથમ, 12,11,325એ બીજો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...