તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:સુરેન્દ્રનગર જિલ્લામાં 5 દિવસ બાદ કોરોનાના 3 કેસ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રામાં-2, ચોટીલામાં-1 કેસ, હાલ વઢવાણમાં સૌથી વધુ 7 સાથે કોરોનાના કુલ 15 એક્ટિવ કેસ

જિલ્લામાં પાંચ દિવસ બાદ કોરોનાના કેસ નોંધાયા હતા. રવિવારે જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં -2 તેમજ ચોટીલા તાલુકામાં-1 સહિત કુલ 3 કેસ ધ્યાને આવ્યા હતા. જ્યારે આ દિવસે એકપણ દર્દીનું મોત થયુ ન હતુ અને હાલ જિલ્લામાં કોરોનાના 15 એક્ટિવ કેસ રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લે તા. 9 જૂનના રોજ 3 કેસો નોંધાયા હતા. ત્યારબાદના દિવસોમાં એકપણ કોરોનાનો કેસ ધ્યાને આવ્યો ન હતો. ત્યારે તા. 13 જૂનને રવિવારે જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકામાં -2 તેમજ ચોટીલા તાલુકામાં -1 સહિત કુલ 3 કેસો સાથે ફરી પાંચ દિવસ બાદ કોરોના કેસોએ દેખા દીધી હતી. જ્યારે આ દિવસે એક પણ દર્દીને રજા આપવામાં આવી ન હતી જ્યારે એકપણ દર્દીનું મોત થયું ન હતું. રવિવારે ચોટીલામાં -1, ધ્રાંગધ્રા-5, મૂળીમાં-1 તેમજ વઢવાણમાં 7 સહિત કુલ 15 એક્ટિવ કેસો રહ્યા હતાં. આ દિવસ જિલ્લામાં આરટીપીસીઆરના 1218 અને અન્ટિજનના 138 સહિત કુલ 1356 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું.

ઝાલાવાડમાં 13 દિવસમાં 3 કેસના આંક 3 વાર નોંધાયા
જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ત્યારે 1 જૂનના રોજ 3 કેસ નોંધાયા હતા. તા. 9 જૂનના રોજ પણ 3 તેમજ 13 જૂનને રવિવારે પણ 3 કેસ આવ્યા હતા. જિલ્લામાં જૂનના છેલ્લા 13 દિવસોમાં કોરોના કેસનો 3 આંક ત્રણવાર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...