કાર્યવાહી:ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં યુવાન પર હુમલાના 3 ઝડપાયા

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અમારા સામે કાતરો કેમ મારે છે તેમ કહી ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જાનથી મારી નાંખવાના ઇરાદે સમીરભાઈને સિમેન્ટના બ્લોકના ઘા મારી, પ્લાસ્ટીકના પાઈપ, લાકડાના ધોકાથી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં 3 અજાણ્યા સહિત 7 શખ્સો સામે સમીરભાઈએ ફરિયાદ નોંધાવી હતી. આથી બી-ડિવીઝન પીએસઆઈ એમ.બી.વિરજા સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરીને આ બનાવમાં 3 આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં જોરાવરનગરના પ્રથમભાઈ રમેશભાઈ પારઘી, દર્શનભાઈ દિનેશભાઈ રાઠોડ તેમજ એક બાળ આરોપી હોવાનું બહાર આવ્યુ હતુ.

આ બનાવમાં અન્ય આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મિલન ટોકીઝ પાસે દરગાહવાળી ગલીમાં હુમલાના બનાવમાં ઇજાગ્રસ્ત અજીતભાઈ શૈલેષભાઇ મકવાણાએ બી-ડિવીઝન પોલીસ મથકમાં 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે દિપકભાઈ રમેશભાઈ વાણીયા, પ્રથમભાઈ રમેશભાઈ પારઘી, દર્શનભાઈ દિનેશભાઈ રાઠોડ, ભાવિક ઉર્ફે જીગ્ગો સુરેશભાઈ રાઠોડ, યુવરાજ કાંતીભાઈ રાઠોડ, જયરાજ ઉર્ફે બારડ ઉર્ફે જયુ મહેન્દ્રભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ. બી.વિરજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...