ખંડિયેર ક્વાર્ટર્સ:નવા બનાવવાની રજૂઆત પણ એક વર્ષથી 284 સરકારી ક્વાર્ટર્સ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં 284 સરકારી ક્વાર્ટર્સ જર્જરિત છે. જોખમી ક્વાર્ટર્સ ખાલી કરાવાયા છે પરંતુ નવા બનાવવા માટેની મંજૂરી 1 વર્ષથી સરકારી ફાઇલોમાં ધૂળ ખાઈ રહી છે. સુરેન્દ્રનગરના પોસ્ટ ઑફિસ પાસે અને પાછળના ક્વાર્ટર્સ, ફોરેસ્ટ ઑફિસ પાછળના ક્વાર્ટર્સ, ડીઆઇએસ ઑફિસ પાછળના ક્વાર્ટર્સ, સરવે ભવન પાછળના ક્વાર્ટર્સ, 60 ક્વાર્ટર્સના બ્લોક બિલ્ડિંગ ક્વાર્ટર્સ, મિયાણાવાડ પોસ્ટ ઑફિસ પાસે ક્વાર્ટર, કલેક્ટર બંગ્લો પાછળના ક્વાર્ટર્સ, રેવન્યુ ઑફિસ ક્વાર્ટર્સ ટાગોર બાગ, ડૅપ્યુટી કલેક્ટર બંગ્લો પાસે, એફટીસી ઑફિસ પાસેના ક્વાર્ટર્સ, ડીઆઇસી ઑફિસ ક્વાર્ટર્સ, એસીબી ઑફિસ ક્વાર્ટર્સની સમયાવધિ પૂરી થતાં કન્ડમ જાહેર કરાયાં છે.

જિલ્લામાં સુરેન્દ્રનગર ડિવિઝનનાં 244, સુરેન્દ્રનગર પેટાવિભાગના લખતર ડિવિઝનનાં 22 અને ધ્રાંગધ્રા ડિવિઝનનાં 18 એમ 284 ક્વાર્ટર્સ કન્ડમ જાહેર કરાયાં છે. માર્ગ મકાન વિભાગના ઇજનેરે જણાવ્યું કે જૂનાં ક્વાર્ટર્સ પાડવા તથા નવાં બનાવવા માટે મંજૂરી માગી છે. તસવીર : ચિંતન મહેતા

અન્ય સમાચારો પણ છે...