પ્રવાસી શિક્ષકની ઘટ:ધોરણ1થી 8માં 489 પ્રવાસી શિક્ષકની જરૂર સામે 281 જ હાજર, 208ની ઘટ, સરકારી સ્કૂલમાં 451 રેગ્યુલર શિક્ષકની ઘટ

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોને 100% હાજરી સાથે હાલ અભ્યાસ કાર્ય કરવાઇ રહ્યું છે. - Divya Bhaskar
બાળકોને 100% હાજરી સાથે હાલ અભ્યાસ કાર્ય કરવાઇ રહ્યું છે.
  • ખાટલે મોટી ખોડ જિલ્લામાં પ્રવાસી શિક્ષકની ઘટ: 1,66,399 વિદ્યાર્થીની પરીક્ષા નજીક આવી રહી છે
  • ધ્રાંગધ્રામાં ધો.1થી 8માં 24151 છાત્રની સંખ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓ દિવસો બાદ 7 ફેબ્રુઆરીથી 100 ટકા હાજરી સાથે શરૂ કરવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં હાલ 451 શિક્ષકની ઘટ હોવાથી શિક્ષણ કાર્યને અસર થઇ રહીછે.જે કાયમી શિક્ષકોની ઘટ પૂરી કરવા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરાય પણ તેમની સંખ્યામાં 208 ઘટ હોવાથી ખાટલે મોટી ખોટ જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાની પ્રથમ લહેરથી જ વિદ્યાર્થીઓના સ્વાસ્થય હિતને ધ્યાને લઇ માર્ચ 2020માં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી. જેના કારણે 2 વર્ષથી ઓનલાઇન શિક્ષણપર નિર્ભર બની ગયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 859 પ્રાથમિક શાળામાં કુલ 5972 પ્રાથમિક શિક્ષકનું મહેકમ મંજૂર છે.
કોરોનાની પ્રથમ અને બીજી લહેર સમીજતા સરકારે 50 ટકાની ક્ષમતાથી શાળા શરૂ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં શળા-કોલેજો અને ધો.10થી 12ના વિદ્યાર્થીઓને ત્યારબાદ ધો.1થી 8ની શાળાઓનું તા.2 સપ્ટેમ્બરથી ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઇ હતી.ત્યારબાદ ધો.1થી 5નું શિક્ષણ પણ તા.22 નવેમ્બર 2021થી ખુલ્લી મુકવા છૂટ આપી હતી. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતા સંક્રમણ થતું અટકાવવા ધો.1થી 9ની શાળા 7 જાન્યુઆરી 2022થી બંધ કરાઇ હતી.

હાલ ત્રીજી લહેરનું પણ સંક્રમણ ઘટતા તા.7 ફેબ્રુઆરી 2022થી શાળા ફરી શરૂ કરાઇ છે.જેમાં 859 શાળાઓમાં 1,66,399 વિદ્યાર્થીઓને અભ્યાસ કાર્ય કરાવાઇ રહ્યું છે.પરંતુ હાલ જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ પર અસર થઇ રહી છે.જેમાં જિલ્લામાં 5972ના મહેકમ સામે 5521 શિક્ષક જ હાજર હોવાથી હાલ જિલ્લામાં 451 શિક્ષકોની ઘટ છે. તેના સ્થાને પ્રવાસી શિક્ષકો ભરતી કરી અભ્યાસ કરાવાનો હોય છે. જેમાં પ્રવાસી શિક્ષકને તાસદીઠ 85 તથા મહત્તમ દૈનિક 6 તાસ દિઠ 510 તેમજ પધ્ધતિ ન હોય ત્યાં મહત્તમ દૈનિક માદન વેતન 510 ઉચ્ચ માસિક મહત્તમ વેતનની મર્યાદા 10,500થી વધે નહીં તેમ આપવામાં આવતુ હોય છે. પરંતુ 489 પ્રવાસી શિક્ષકની જરૂર સામે 281 જ હાજર હોવાથી 208ની ઘટ છે.

બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષામાં અસર થાય તેમ છે.

તાલુકોશાળાની સંખ્યામંજૂર મહેકમહાજર સંખ્યાખાલી જગ્યા
વઢવાણ93281612
લીંબડી72553223
ચુડા41502922
મૂળી86462620
સાયલા112482820
ચોટીલા132452520
થાનગઢ57261511
ધ્રાંગધ્રા110432529
લખતર48714130
દસાડા108774433
કુલ859489281208

દસાડા તાલુકામાં 77 મંજૂર મહેકમ સામે માત્ર 44 જ શિક્ષકની સંખ્યા હોવાથી 33ની ઘટ પડે છે

પ્રાથમિક રેગ્યુલર શિક્ષકોની 451ની ઘટ
જિલ્લામાં હાલ 859 પ્રાથમિક શાળામાં કુલ 5972 પ્રાથમિક શિક્ષકનું મહેકમ મંજૂર છે. સામે 5521 શિક્ષક હાજરમાં છે. આથી 451 શિક્ષકની ઘટ છે. આગામી સમયમાં વયમર્યાદાને કારણે વધુ શિક્ષકો રિટાયર થશે. ત્યારે બાળકોના શિક્ષણને અસર થાય પહેલા રેગ્યુલર શિક્ષકોની જગ્યાઓ ભરવા માગ ઊઠી છે.

ઓનલાઇન વખતે ઓછી જરૂર પડતી હતી
કોરોનામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવાતો હતો. આથી પ્રવાસી શિક્ષકોની 2 વર્ષથી જરૂરિયાત ઓછી હતી. રેગ્યુલર શિક્ષકોની ઘટ હોય ત્યાં જરૂરિયાત પ્રમાણે પ્રવાસી શિક્ષકોની નિમણૂક અપાતી હોય છે.> મીતાબેન ગઢવી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

​​​​​​​જિલ્લામાં ધોરણ-1 થી 8માં વિદ્યાર્થીની સંખ્યા​​​​​​​

તાલુકોવિદ્યાર્થી
વઢવાણ21192
લીંબડી16854
ચુડા9921
મૂળી15332
સાયલા19166
ચોટીલા17185
થાનગઢ12136
ધ્રાંગધ્રા24151
લખતર9023
દસાડા21439
કુલ166399

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...