પરીક્ષા:GPSCની પરીક્ષામાં 28 ટકા ઉમેદવાર હાજર: 1465 પરીક્ષા આપી 2456 ગેરહાજર

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત જાહેર સેવા આયોગની ક્લાસ 1-2 અધિકારીની પરીક્ષા યોજાઇ
  • સુરેન્દ્રનગરના 37 કેન્દ્રોના 329 બ્લોકમાં પર પરીક્ષા લેવાઇ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટે જીપીએસસી ક્લાસ 1-2ની તા. 8ના રોજ પરીક્ષાનું આયોજન કરાયુ હતુ.જેના લેવાયેલા પેપરોમાં જિલ્લામાં નોંધાયેલા 3921 માંથી ઉમેદવારો 2456 ગેરહાજર રહેતા 1465 ઉમેદવારોએ શાંતીપૂર્વક જિલ્લાના 13 સેન્ટરો પર પરીક્ષા આપી હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2ની તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જાહેરાત બહાર પડાઇ હતી. જેની રાજયના જિલ્લાઓમાં તા.8 જાન્યુઆરીને રવિવારે સ્પર્ધાત્મક પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટના માર્ગદર્શનમાં અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ દ્વારા જિલ્લામાં પરિક્ષા શાંતીપૂર્વક વાતાવરણમાં લેવાય તે માટે તૈયારીઓ હાથ ધરી હતી.

પરિક્ષા માટે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં 15 કેન્દ્રો પર બ્લોકમાં બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી.આથી સરદાર પટેલ વિદ્યાલય-સુરેન્દ્રનગ ર, સન્ની સ્કાય ઇંગલિશ હાઇસ્કુલ-સુરેન્દ્રનગ ર, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ આઇ.પી.એસ, અલ્ટ્રા વિઝન એકેડેમી,સંકલ્પ વિદ્યાલય , આર.પી.પી.ગર્લ્સ હાઇસ્કુલ ,તિરુપતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટ, જે.એન.વી.વિદ્યાલય, વન વર્લ્ડ હાઇસ્કુલ, દયામયી માતા હાઇસ્કુલ, નીલકંઠ વિદ્યાલય રતનપર,દર્શન વિદ્યાલય સેન્ટરમાં પર 11 થી 1 અને 3થી 6 કલાક દરમિયાન પરીક્ષા યોજાઇ હતી.

આ પેપરોમાં નોંધાયેલા 3921માંથી ઉમેદવારો 2456 ગેરહાજર રહેતા 1465 ઉમેવારોએ જિલ્લાના સેન્ટરોમાં પરિક્ષા આપી હતી. આ પરીક્ષા દરમિયાન જેમાં સવારે 10:30થી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં અંદર બોલાવવામાં આવતા નિયમોના પાલન સાથે તાપમાન ચેકીંગ બાદ બેસાડવામાં આવ્યા હતા.

જયારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને જ્યારે ગેરરિતી અટકાવવા માટે દરેક કેન્દ્રો પર 1 આયોગના પ્રતિનિધી, 1 તકેદારી અધિકારી, એક કેન્દ્ર દિઠ પાંચ થી છ ઝોનલ અધિકારી તથા કેન્દ્ર દિઠ એક સંચાલકની ટીમ તૈયાર કરવા સાથે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્કવોડની હાજરીમાં પરિક્ષા લેવાઇ હતી. પેપરો દઇને બહાર આવતા ઉમેદવારોએ પેપર સહેલુ હોવાનુ઼ અને મોટા ભાગે સવાલો સરકારી યોજનાઓ, બંધારણ, દેશના નવા ડિફેન્સ ઇક્વીપમેન્ટસ, સરકારી પ્રજેક્ટસ ઇતિહાસ અને મેથમેટીક્સ આધારીત પુછાયા હોવાનુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...