કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોનાના નવા 28 કેસ, સુરેન્દ્રનગર-વઢવાણના 4, લખતર-ધ્રાંગધ્રાના 1-1 દર્દીનું મોત

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં શુક્રવારે કોરોનાના 28 કેસ નોંધાયા છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 18 કેસ નોંધાયા છે. જયારે લખતરમાં 5, ધ્રાંગધ્રામાં 3 અને લીંબડીમાં 2 કેસ ધ્યાને આવ્યા છે. જયારે સુરેન્દ્રનગરમાં કોરોનાથી 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 2 પુરૂષ અને 4 સ્ત્રી છે. 28 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 1950 પર પહોંચ્યુ છે. જયારે મોતનો આંક 71 થયો છે.

ધ્રાંગધ્રામાં જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ સહિત 3 સંક્રમિત
ધ્રાંગધ્રામાં જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ હમીરસિહ પરમાર સહિત 3ને કોરોનાના કેસ પણ શહેરી વિસ્તારમાં નોંધાયા છે. નગરપાલિકા દ્વારા સેનીટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

લખતરમા 5 સંક્રમિત
લખતર શહેરના બ્રહ્નપોળ વિસ્તાર, આહજોલિયા શેરી, સોની શેરી, દેકાવાડીયા શેરી, નવી ફળી વિસ્તારોમાં કોરોનાના કેસ ધ્યાને આવ્યા છે.

સગીરાનો ગર્ભપાત કરનાર તબીબ-નર્સને ચેપ
વેજળકા ગામની સગીરાનો ગર્ભપાત કરવાના ગુનામાં પોલીસે બોટાદના ડોકટર અને 2ની નર્સની ધરપકડ કર્યા બાદ કોરોના ટેસ્ટ કરાવાયા હતા. જેમાં ડોકટર અને 1 નર્સ પોઝીટીવ આવ્યો છે.

જિ. કોંગ્રેસ પ્રમુખ સાથે સંકળાયેલા નેગેટિવ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડને બે દિવસ પહેલા કોરોના ધ્યાને આવતા તેમના કાર્યાલયના 7 વ્યકિતઓના શુક્રવારે એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. આ તમામ ટેસ્ટ નેગેટીવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...