કાર્યવાહી:ચૂંટણીને અનુલક્ષીને 2666 આરોપીની અટક

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22ને પાસા, 85ને હદ પાર કરાયા

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્ત્વો સામે પગલાં લેવાયાં છે, જેમાં 2666 આરોપીની અટક કરાઈ છે. જિલ્લામાં ચૂંટણીપ્રક્રિયા શાંતિપૂર્વક યોજવામાં આવે માટે જિલ્લા પોલીસવડા હરેશ દુધાતના માર્ગદર્શનમાં કાયદો વ્યવસ્થા જાળવણી માટે આયોજન કરાયું હતું, જેમાં 1473 અધિકારી અને કર્મચારીની ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં દારૂના 247, પાસાની દરખાસ્તના 22, હદપારી દરખાસ્તના 85, વિદેશી દારૂના 118 કેસ કરી રૂ. 3,33,600નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. નશાયુક્ત પદાર્થના 2 કેસમાં 31 કિલો 805 ગ્રામ ગાંજો રૂ.18,050નો મુદામાલ જપ્ત કરાયો હતો. જુગારના 12 કેસમાંથી 3,27,440નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

હથિયારના 1 કેસમાં 2500નો મુદ્દામાલ, નાસતા ફરતા 15 આરોપીની અટકાયત કરાઈ હતી. એનબીડબલ્યુની વૉરન્ટ બજણવી 153, પાસા વૉરન્ટ બજવણી 8, સહિત સીઆરપીસી કલમ હેઠળના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા કુલ 2666 આરોપીની અટકાયત કરાઈ હતી જ્યારે 22 ચેક પોસ્ટ બનાવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...