સગીરા પર દુષ્કર્મ:પારડીમાં સગીરાને લલચાવી ફોસલાવીને 26 વર્ષીય શખ્સે દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની અટકાયત કરી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકામાં એક 26 વર્ષના યુવાને સગીરાને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી સગીરાને ફરી મળવા બોલાવી શારિરીક અડપલા કર્યા હતા. જેને લઈ સગીરાની માતાએ ફરીયાદ નોંધાવતા સુરેન્દ્રનગર મહિલા યુનિટ દ્વારા આ શખ્સની અટક કરવામાં આવી હતી.

પાટડી તાલુકાના એક ગામે રહેતા 26 વર્ષના યુવાને 14 વર્ષની સગીરાને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવાની સાથે આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી સગીરાને ફરીથી મળવા બોલાવીને શારિરીક અડપલા કર્યા હતા. આ બનાવ અંગે સગીરાની માતાએ સુરેન્દ્રનગર મહિલા યુનિટમાં ફરીયાદ નોંધાવતા પોલીસ દુષ્કર્મના આરોપીની અટક કરી સગીરાને મેડીકલ ચેકઅપ માટે મોકલી આપવામા આવી હતી. આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગર મહિલા પોલીસ યુનિટના પીઆઇ પી.બી.હિરાણી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...