કાર્યવાહી:નાનીમોલડી ગામ પાસેથી કારમાંથી 252 દારૂની બોટલ ઝડપાઇ

સુરેન્દ્રનગર‎23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા નાની મોલડી પોલીસ ટીમ નેશનલ હાઇવે પર હોવા દરમિયાન વિદેશી દારૂ અંગે બાતમી મળતા કારને અટકાવતા ચાલકે પોલીસને જોઇ ભગાડી મુકી હતી. આથી પોલીસ ટીમે તેનો પીછો કરતા નાની ોલડી ગામ પાસે મુકી ફરાર થઇ ગયો હતો. જ્યારે કારની તલાસી લેતા તેમાંથી 252 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી આથી કુલ રૂ.5,83 ,160નો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધાયો હતો. જિલ્લાના આસપાસમાંથી પસાર થતા હાઇવે પરથી અવાર નવાર દારૂ પકડાતો હોવાથી જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી

આથી નાની મોલડી પોલીસ સ્ટાફ ચોટીલા રાજકોટ નેશનલ હાઇવેપર પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.તે દરમિયાન કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી આથી શંકાસ્પદ કારને આડશ કરી અટક વવા પ્રયાસ કરતા ચાલકે ભગાડી મુકી હતી. જ્યારે પોલીસ ટીમે પીછો કરતા નાની મોલડી ગામ પાસે કાર મુકી આરોપી નાશી છુટ્યો હતો. આથી પોલીસે કારની તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 252 બોટલ મળી આવી હતી આથી વિદેશી દારૂ કાર સહિત રૂ.5,83, 160નો મુદામાલ જપ્ત કરી કાર ચાલક અને તપાસમાં નામ ખુલે તેમની સામે દારૂ અંગે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...