સામુહિક મહાઆરતી:પાટડી સિધ્ધિ વિનાયક મંદિરે ગણેશ ઉત્સવની સામુહિક મહાઆરતીનો એક સાથે 2500 શ્રધ્ધાળુઓએ લાભ લીધો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • જમાદારવાસ યુવક મંડળ દ્વારા આતિશબાજીનો પણ જોરદાર કાર્યક્રમ કરવામાં આવ્યો

પાટડી જમાદારવાસમાં સિધ્ધી વિનાયક મંદિરે યોજાઇ રહેલા દશમાં ગણપતિ ઉત્સવમાં રોજ રાત્રે નવ વાગ્યાની આરતીમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. ત્યારે પાટડી જમાદારવાસ ગણેશ ઉત્સવમાં પાટડી સિધ્ધી વિનાયક મંદિરે ગણેશ ઉત્સવની સામુહિક મહા આરતીમાં એક સાથે 2500 શ્રધ્ધાળુઓએ આરતીનો લાભ લીધો હતો.

આરતીમાં હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે ઉમટે છે
પાટડી ખાતે 36 ફૂટ ઊંચુ તાલુકાનું એકમાત્ર ગણપતિ મંદિરે આવેલું છે. ત્યારે પાટડીમાં જમાદારવાસ ગણપતિ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે એટલે કે 10માં વર્ષે પણ 10 દિવસના ભવ્ય ગણપતિ ઉત્સવનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રોજ રાત્રે નવ વાગ્યે યોજાતી આરતીમાં હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે ઉમટે છે. જ્યારે જમાદારવાસ ગણપતિ યુવક મંડળ દ્વારા શિવલીંગ સહિતની વિવિધ ઝાંખીઓ પણ બનાવવામાં આવી છે.

નાના નાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે
પાટડી જમાદારવાસના ગણપતિ ઉત્સવમાં રોજ રાત્રે આરતી બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં નાના નાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. અને આ કાર્યક્રમો નિહાળવા મહિલાઓ સહિત પાટડી નગરજનો હેકડેઠેઠ સંખ્યામાં ઉમટે છે.

સામુહિક મહા આરતીમાં એક સાથે 2500 શ્રધ્ધાળુઓએ આરતીનો લાભ લીધો
પાટડી જમાદારવાસ ગણેશ ઉત્સવમાં પાટડી સિધ્ધી વિનાયક મંદિરે ગણેશ ઉત્સવની સામુહિક મહા આરતીમાં એક સાથે 2500 શ્રધ્ધાળુઓએ આરતીનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જમાદારવાસ યુવક મંડળના રાજુભાઇ શર્મા, મોન્ટુભાઇ ઠક્કર, યોગેશભાઇ શર્મા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠ‍ાવી હતી.

અન્ય સમાચારો પણ છે...