કોરોના સંક્રમણ:2 દિવસમાં 25 કેસ: ઝાલાવાડમાં 17 સંક્રમિત, વિદ્યાર્થી સંક્રમિત થયાનો જિલ્લાનો પહેલો કિસ્સો, વઢવાણ 6, લખતર 6, ધ્રાંગધ્રા 4, લીંબડી 1 કેસ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરની સદાદ  પ્રા. શાળા બંધ કરાઇ. તસવીર: સતીશ  આચાર્ય - Divya Bhaskar
લખતરની સદાદ પ્રા. શાળા બંધ કરાઇ. તસવીર: સતીશ આચાર્ય
  • અમદાવાદ ગયેલા સદાદના પરિવારના 3 સભ્ય સંક્રમિત
  • સતત બીજા દિવસે અમદાવાદથી પરત આવેલા લોકોને કોરોના થયો, સદાદની પ્રા. શાળા સપ્તાહ માટે બંધ

ઝાલાવાડમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થયાની ભીતિ વચ્ચે ગુરુવારે 17 કેસ નોંધાયા છે. વઢવાણમાં 6, લખતર 6, ધ્રાંગધ્રા 4 અને લીંબડી 1 કેસ સાથે જિલ્લામાં કુલ 1719 દર્દી નોંધાયા છે. લખતરના સદાદ ગામના એક જ પરિવારના વિદ્યાર્થી સહિત 3 સભ્ય સંક્રમિત થયા છે. આ પરિવાર અમદાવાદથી પરત આવ્યા પછી પૉઝિટિવ આવતાં ઝાલાવાડને અમદાવાદનો ચેપ લાગ્યો હોય, તેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે પણ અમદાવાદ લગ્નપ્રસંગે ગયેલા ધ્રાંગધ્રાના પરિવારના 5 સભ્ય પૉઝિટિવ આવ્યા હતા. વિદ્યાર્થી સંક્રમિત થયાનો જિલ્લાનો પહેલો કિસ્સો છે ત્યારે શાળાને સપ્તાહ માટે બંધ રખાઈ છે.

લખતર તાલુકાના સદાદ ગામનો પરિવાર અમદાવાદ ગયો હતો. આ પરિવારના સદાદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કિશોરને તાવ આવતાં તેનો ટેસ્ટ કરાવાયો હતો. રીપોર્ટ પૉઝિટિવ આવતાં પરિવારના અન્ય 2 સભ્યના પણ ટેસ્ટ કરાવાયા હતા. એ બંનેને પણ કોરોના થયાનો રીપોર્ટ આવતાં એક જ પરિવારના 3 સભ્ય સંક્રમિત થતાં ગામલોકોમાં ભય ફેલાયો છે.

વિદ્યાર્થી સંક્રમિત થતાં સદાદ પ્રાથમિક શાળા અઠવાડિયા સુધી બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ઉપરાંત, શાળાના શિક્ષકોના પણ ટેસ્ટ કરાયા હતા, સદ્્ભાગ્યે તમામના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ઝાલાવાડમાં 3 ડિસેમ્બરે 3 કેસ, 4 ડિસેમ્બરે 1 અને 5 ડિસેમ્બરે ધ્રાંગધ્રાના એક જ પરિવારના 5 સભ્ય પૉઝિટિવ આવ્યા હતા. ધ્રાંગધ્રામાં ફોગિંગ, સેનિટાઇઝેશન અને લોકોની તબીબ તપાસ સહિતની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવા સૂચન કરાયું છે
સદાદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને કોરોના થતાં શાળાના કર્મચારીઓ અને જરૂર જણાયે અન્ય વિદ્યાર્થીઓના પણ ટેસ્ટ કરાવવાનું આરોગ્ય વિભાગને જણાવ્યું છે. અઠવાડિયા માટે શાળા બંધ રાખવા સાથે શિક્ષકોને સાવચેતી રાખવા સૂચન કરાયું છે.’ - મીતાબહેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

​​​​​​​ગુરુવારે 65 કેન્દ્ર પર 11,662 લોકોએ રસી લીધી
જિલ્લામાં કોરોના નવા કેસો સામે આવવા સાથે આરોગ્ય તંત્રે રસીકરણ પણ તેજ કર્યું છે. જેમાં 15થી 18 વર્ષની આયુના બાળકોને પણ આવરી લેવાઇ રહ્યા છે. ગુરુવારે જિલ્લામાં 65 કેન્દ્ર પર રસીકરણ હાથ ધરાયું હતું. આથી 1 જ દિવસમાં 11,662 લોકોએ રસી મુકાવી સુરક્ષિત બન્યા હતા. જિલ્લામાં રસીકરણનો કુલ આંક 24,95,953 પર પહોંચી ગયો હતો.

​​​​​​​જેમાં પ્રથમ ડોઝ લેનાર 12,69,249 અને બન્ને ડોઝ લેનાર 12,26,704નો સમાવેશ થાય છે. આ રસીકરણ આયુ પ્રમાણે જોવાય તો 18થી44 વર્ષની વયના 15,31,776, 45થી 60 વર્ષની વયના 5,84,928, 60થી ઉપરના 3,37,758 અને 15થી 17 વર્ષની આયુના 41,491 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 13,28,359 પુરૂષો અને 11,67,195 મહિલાઓને આવરી લેવાઇ છે. આ રસીકરણ માટે 21,75,738 કોવિડશિલ્ડ, 3,20,215 કોવેક્સીન રસીના ડોઝનો ઉપયોગ કરાયો હતો.

1996 લોકોના કોરોના ટેસ્ટમાં 17 પોઝિટિવ
ગુરુવારે તંત્ર દ્વારા લોકોના કોરોના ટેસ્ટ હાથ ધરાયા હતા. જેમાં 1753 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ, 243 લોકોના એન્ટિજન ટેસ્ટ એમ કુલ 1996 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જે પૈકી આરટીપીસઆરમાં 7 અને એન્ટિજનમાં 10 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...